સુરતની ટી એમ પટેલ સ્કૂલ ખાતે જુનિયર સ્પોર્ટ્સ ડે નું આયોજન
પ્રી પ્રાયમરી ના બાળકો એ વિવિધ ગેમ્સ માં લીધો ભાગ
સુરત: સુરતની ખ્યાતનામ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ એકિતવિટી નું આયોજન વર્ષભર કરવામાં આવતું રહે છે. જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લે છે. અત્યારે વિન્ટર સીઝન કે જે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે તેવા સમયને ધ્યાને રાખીને સ્કૂલના જુનિયર સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના વેસુ સ્થિત ટી એમ પટેલ ઇન્ટનેશનલ સ્કૂલ દ્વારા ઉચ્ચકક્ષાના શિક્ષણ ની સાથે જ્ઞાન અને જીવન મૂલ્યોને પાયામાં રાખીને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. જેની સાથે માનસિક અને શારીરિક વિકાસના દૃષ્ટિકોણ પ્રમાણે પણ બાળકોને તૈયાર કરવામાં આવે છે. હાલમાં આરોગ્યવર્ધક શિયાળાની સિઝન ચાલી રહી છે જેને ધ્યાનમાં રાખીને સ્કૂલ કેમ્પસ માં પ્રિ પ્રાયમરી ના વિદ્યાર્થીઓ માટે ખાસ જુનિયર સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો.
વિવિધ ગેમ્સ જેવી કે રનિંગ, થ્રઓઇંગ , ઓબજેકટ પ્લેસિંગ જેવી ઘણીબધી રમતો યોજાઈ હતી. જેમાં વિધાર્થીઓએ શારીરિક ની સાથે માનસિક રીતે પણ પોતાની પ્રતિભા બતાવી હતી. સાથે સ્કૂલના સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું. છેલ્લે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઈનામ પણ આપવામાં આવ્યા હતા. સ્કૂલમાં આવી અનેક એકટીવિટી દ્વારા બાળકોને ભણતરનું સાથે શારીરિક રીતે પણ કેપેબલ બનાવવામાં આવી રહ્યા છે.