ઓલિમ્પિયન સર્કસ દ્વારા આંતરરાષ્ટ્રીય સર્કસ કલાકારોની સાથે જબરદસ્ત સ્ટંટ અને હાસ્ય રસથી ભરપૂર સર્કસની સુરતમાં શરૂઆત

સુરતઃ ઓલિમ્પિયન સર્કસ દ્વારા આંતરરાષ્ટ્રીય સર્કસ કલાકારોની સાથે જબરદસ્ત સ્ટંટ અને હાસ્ય રસથી ભરપૂર સર્કસની સુરતમાં શરૂઆત તારીખ ડીસેમ્બર 19થી ડુમસ રોડ પર આવેલ વી.આર મોલ ની સામે કરવામાં આવ્યું છે.આ સર્કસ નો આયોજન મધુ ભાઈ બલર, મહેન્દ્રભાઈ શાહ અને ધીરેન ભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
આયોજકોએ જણાવ્યું હતું કે તમામ 24 આંતરરાષ્ટ્રીય કલાકારો રશિયા, મંગોલિયા, આફ્રિકા, ઈરાન, નેપાળ, મેક્સિકન, ઉથોપિયા, ઉઝબેકિસ્તાન ના છે.આ કલાકારો વિવિધ પ્રકાર ના કરતબો થકી લોકો નું મનોરંજન કરશે, જેમાં aerial act,juggling,laser show,ring balancing,cycle balancing,stick balancing,hair hanging, rolla bolla act, વગેરે એક્ટ દર્શાવવામાં આવશે.

આયોજક કરતા ધીરેનભાઈ શાહએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષો થી સર્કસ ની પ્રથા બંધ હોવાથી હાલ ની નવી પેઢી ને સર્કસ અને સર્કસ ના કલાકારો પ્રત્યે લાગણીઓ ઓછી થતી જાય છે, જેથી છેલ્લા બે વર્ષથી મધુ ભાઈ બલર અને મહેન્દ્રભાઈ શાહ ની સાથે રહી સર્કસ યોજી રહ્યા છે.
આ સર્કસ ના 3 શો રાખવામાં આવ્યા છે, જેમાં 3:30 ,6:30 અને 9:30 રાખવામાં આવ્યા છે.



