એજ્યુકેશન
નિકેતન શાળાના આચાર્યા મેઘના પટેલ ને પી.એચડી. ડિગ્રી એનાયત

સુરતઃ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અર્ચના વિદ્યા નિકેતન શાળાના આચાર્યા મેઘનાબેન પટેલ એ શૈક્ષણિક ક્ષેત્રમાં 15 વર્ષથી વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે કરેલ અવિરત સેવા તેમજ ભરારી ફાઉન્ડેશનના માધ્યમથી સુરત ગોડાદરા ઝૂંપડપટ્ટીના વિદ્યાર્થીઓને ફ્રી માં શિક્ષણ આપી તેમને શિક્ષિત કરવા ખૂબ મોટો ફાળો આપેલો તે બદલ પુણે, મહારાષ્ટ્ર ખાતે સ્ટાર એક્ટર શર્મન જોશીના હસ્તે ઓનનરી ડોક્ટરેટ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
અર્ચના વિદ્યા નિકેતન શાળા પરિવાર તેમજ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ ડૉ. મેઘનાબેન પટેલની અદ્ભુત સફળતા તેમજ તેઓ ભવિષ્યમાં ઉત્તરોતર પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.