“શિક્ષણ સાચી સમાજ સેવા”ના ભાવથી સમગ્ર ગુજરાતની નામાંકિત સંસ્થા “ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન” દ્વારા નવું સોપાન
ભગવાન મહાવીર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર”નાં શિલાન્યાસ અને “ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કુલ”ના ઉદ્ઘાટન કાલે
“શિક્ષણ સાચી સમાજ સેવા”ના ભાવથી સમગ્ર ગુજરાતની નામાંકિત સંસ્થા “ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન” દ્વારા નવું સોપાન રૂ. 100 કરોડના ખર્ચે સાકારિત થનાર “ભગવાન મહાવીર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર”નાં શિલાન્યાસ અને રૂ. 46 કરોડનાં ખર્ચે સાકાર થયેલ આંતરરાષ્ટ્રીય કેમ્બ્રીજ બોર્ડ માન્યતા પ્રાપ્ત “ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કુલ”ના ઉદ્ઘાટન સમારોહમાં કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ,તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સી આર પાટીલ હાજર રહેશે
શિક્ષણ એ જ સેવાના મંત્ર સાથે વર્ષ ૨૦૧૨માં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંસ્કાર મળી રહે એવા ઉમદા આશય સાથે ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્થાપના થઈ હતી હાલ ૨૦ કોલેજ, 100થી વધુ મલ્ટી ડિસીપ્લીનરી વિષય, વિવિધ ફિલ્ડ જેમ કે, એજીનીયરીંગ, – મેનેજમેન્ટ, કોમ્યુટર એપ્લીકેશન, ફાર્મસી, સાયન્સ, આર્કિટેક્ટર, નર્સિગ અને હોટલ મેનેજમેન્ટશિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરવાની અમારી નેમ છે તેવું તેમના ટ્રસ્ટીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે
ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ભગવાન મહાવીર યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં ૧૫,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કુલ ૮૫0 જેટલો શૈક્ષણિક સ્ટાફ સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારતભરમાં લાગુ કરવામાં આવેલી નવી એજ્યુકેશન પોલીસી એનઇપી-૨૦૨૦ અંતર્ગત ‘નઇ સોચ-નઇ શિક્ષા’ ના કન્સેપ્ટ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની કેમ્બ્રીજ બોર્ડ માન્ય ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કુલનો પ્રારંભ. જેનો અંદાજીત ખર્ચ રૂા.૪૬ કરોડ છે. જેનું લોકર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબ કરશે. ભાર વગરનું ભણતર અમારો મુખ્ય પાયો રહેશે.
વિદ્યાર્થીઓએ પુસ્તક કે બેગ વગર જ શાળામાં શિક્ષણ લેવા આવવાનું રહેશે. બાળપણથી બાળકોની રૂચિ પારખી તેમને ગમતા વિષયનું શિક્ષણ આપવામાં આવશે અને તેમના ભવિષ્ય નિર્માણ માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયત કરાશે. – કેમ્બ્રીજ બોર્ડ દ્વારા નિર્ધારીત આંતરરાષ્ટ્રીય બેચમાર્કને ધ્યાનમાં રાખી શિક્ષા – શાળાકીય શિક્ષણને બદલે ‘વર્ગ ખંડની બહાર” હસતા રમતા શિક્ષણ – શિક્ષા સાથે સંસ્કાર – વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી શ્રેષ્ઠ શિક્ષણ – આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં પ્રવેશ માટેનો પાસપોર્ટ – બાળકો ખુલ્લા મને ચર્ચા કરી શકે, વિષય અને કન્સેપ્ટ સમજી શકે તે પ્રકારનું શિક્ષણ.
વૈશ્વિકકક્ષાનું શિક્ષણ
માત્ર ભણતર આધારિત નહીં પરંતુ, જીવનના તમામ પાસાની મજબૂત ટ્રેનીંગ. – ક્લે મોડલીંગ ટુડિયો, થિયેટર, રિ-સાઇકલીંગ હબ, ઓર્ગેનીક ફાર્મીંગ, ફોટોગ્રાફી અને ફિલ્મ મેકીંગ, મલ્ટીપલ સ્પોર્ટ્સ અને અદ્યતન ઇન્ફાસ્કટુચર વિદ્યાર્થીઓને મળશે. – ડિજીટલ સાક્ષરતા અને અર્થ વ્યવસ્થાની સાક્ષરતા સહિતના વિષયો પર વિશાળ શ્રેણીનો અભ્યાસક્રમ પ્રાપ્ત થશે.
સમાજ,સંસ્કૃતિ અને સેવાના ભાવનું નિર્માણ વિદ્યાર્થીઓમાં થાય એ પ્રકારનું શિક્ષણ. હાલની કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં રોગચાળાની પરિસ્થિતિને ડામવા મેડીકલ તેમજ પેરા મેડીકલ સ્ટાફ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે, લોકોને નહીં નફો અને નહીં નુકશાનના ભાવ સાથે સારવાર મળી રહે તેવા શુભ આશયથી ભગવાન મહાવીર મલ્ટી સ્પેશ્યાલીટી એન્ડ રિસર્ચ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવશે. આ બાંધકામનો અંદાજીત ખર્ચ રૂા.૧૦૦ કરોડ રહેશે. જેની શિલાન્યાસ વિધી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના શુભહસ્તે થશે.
વિદ્યાર્થીઓના ભણતરની સાથે પ્રેક્ટીકલ નોલેજ અને સ્કીલ ડેવલોપમેન્ટની દિશામાં પણ પુરતુ ધ્યાન આપવામાં આવે છે. જે અંતર્ગત ઘણા વેબીનાર પણ યોજવામાં આવ્યા છે. વેબીનાર દ્વારા અનુભવી તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપવામાં આવી. જેના થકી ક્વોલીટી એજ્યુકેશન પર ફોકસ કરાયો છે. જેના કારણે શિક્ષણ માત્ર ક્લાસરૂમ પુરતુ મર્યાદિત નથી રહ્યું. પર્યાવરણ સંરક્ષણની દિશામાં ઘણી પ્રવૃત્તિ હાથ ધરાઇ છે. યુનિવર્સિટી દ્વારા ઇકો પાર્કનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં રિયુઝ, રિયુઝ અને રિસાયકલ ને ધ્યાનમાં રાખી ઇકો બ્રીક્સના નવા કન્સેપ્ટ થકી અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ સુરત સહિત દેશભરમાં ઝળકે તેવા અમારા પ્રયતો રહ્યા છે.
સંસ્થા દ્વારા એનવાયરમેન્ટ ટેસ્ટીંગ લેબનું નિર્માણ કરવામાં આવેલ છે. ઉચ્ચ શિક્ષણમાં પણ રિસર્ચ ફેસીલીટી વિદ્યાર્થીઓ સાથે સ્ટાફ માટે પણ પૂરી પાડવામાં આવી છે. કોરોના કપરા કાળમાં પણ ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦થી વધુ મોટી કંપનીઓએ ૧૦,000 કરતા ભાગ લેનાર વધુ નોકરી વાંચ્છુકોમાંથી ૨000 જેટલા વિદ્યાર્થીઓને નોકરીનો લાભ અપાયો.
વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે અગ્રેસર ભગવાન મહાવીર યુનિવર્સિટી દ્વારા દેશ નિર્માણના કાર્યમાં પ્રદાન આપવા વન વીક ફોર નેશનની પ્રવૃત્તિનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓ જેવી રક્તદાન, વૃક્ષારોપણ, ટ્રાફિક અવરનેસ, નો ટુ ડ્રગ્સ, ડોનેટ ટુ નિડી, વુમન એમ્પાવરમેન્ટ, સ્વચ્છ ભારત વિગેરેમાં ઉત્સાહપૂર્વકમાં ભાગ લેવામાં આવે છે.