નવસર્જન હિન્દી વિદ્યાલયનું એચ.એસ.સી. ધોરણ-12નું ઝળહળતું પરિણામ
પાલનપુર જકાતનાકા પાસે સંત તુકારામ વિભાગ-2માં આવેલ નવસર્જન હિન્દી વિદ્યાલયનું એચ.એસ.સી. ધોરણ-12નું 100 ટકા પરિણામ આવતા શાળા પરિવાર અને વાલીમિત્રો, તેમજ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. શાળાનું 100 ટકા પરિણામની સાથે સાથે શાળામાં એ-1 ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓ અને એ-2 ગ્રેડમાં 8 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. તે બદલ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.
નવસર્જન હિન્દી વિદ્યાલય એટલે મધ્યમ અને ગરીબ પરિવાર માટે આશીર્વાદ સમાન છે. બહારના રાજ્યમાંથી પોતાની રોજીરોટી માટે કામ કરતા વાલીઓના બાળકો અભ્યાસ કરે છે. શાળામાં બાળકો પ્રત્યે ખૂબ જ મહેનત કરીને શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં પહેલેથી જ આયોજન કરી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ નાના-નાના રૂમમાં રહેતા હોય છે. વાંચન માટે ઘણી અગવડો પડતી હોય છે. પરંતુ શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની અગવડને દૂર કરી શાળામાં જ વાંચન, લેખન, પેપર પ્રેકટીશ જેવા કાર્ય માટે શાળામાં વધુ સમય ફાળવવામાં આવે છે.
શાળામાં સંચાલક જયેશસિંહ પરમાર, આચાર્યા રુપાલીબેન પાટીલ, સુપરવાઇઝર પિયુષભાઈ શર્મા અને સ્ટાફની ખૂબ જ મહેનત હોય છે, જેનું આજ રોજ આ પરિણામ મળી રહ્યું છે. શાળાનો સ્ટાફ ક્વોલીફાઈડ અને અનુભવી હોવાથી વિદ્યાર્થીઓને ખૂબ જ સારુ શિક્ષણ પ્રાપ્ત કરાવવામાં આવે છે. સુરત શહેરની રાંદેર- અડાજણ વિસ્તારમાં હિન્દી માધ્યમની નંબર-1 શાળા તરીકેનું સ્થાન ધરાવે છે.
શાળાના નીચે દર્શાવેલ વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં આવ્યા છે.
સિંગ અભિષેક દિનેશભાઈ એ-1 (પીઆર- 99.78) જેના પિતા રીક્ષાચાલક છે. રાવત મનિષા મનોજભાઈ અ-1 – પીઆર 99.72ના પિતા કલરકામ કરે છે. યાદવ દશરથ શ્યામબલી એ-1 પીઆર 99.69ના પિતા સુથારીકામ કરે છે. સોની સાક્ષી શ્યામબહાદુર-એ-1 પીઆર 99.66ના પિતા લારી પર કપડા વેચે છે. કુમાવત રવિના શ્રવણકુમાર એ-1 પીઆર 99.66ના પિતા ટાઇલ્સ મારબલના કારીગર છે. પ્રજાપતિ રચના નિર્મલભાઈ એ-1 પીઆર 99.47ના પિતા ટાઇલ્સ મારબલના કારીગર છે. આવી પરિસ્થિતિમાં રહીને પણ વિદ્યાર્થીઓએ ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કર્યા છે. તેથી શાળા પરિવાર એમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.