એજ્યુકેશનસ્પોર્ટ્સ

સુરતના મોહસિન અલીમોહમ્મદ શેઠએ એશિયન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૫માં બે ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું

સુરતના રહેવાસી અને વ્યવસાયથી બિઝનેસમેન મોહસિન અલીમોહમ્મદ શેઠએ વિયતનામ ખાતે યોજાયેલી એશિયન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૫માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને શાનદાર સફળતા હાંસલ કરી.મોહસિન શેઠે Master-1 કેટેગરીમાં કુલ ૪૯૫ કિલોગ્રામ વજન ઊંચકી પાવરલિફ્ટિંગમાં અને ડેડલિફ્ટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ચીન, જાપાન, ભારત, સિંગાપુર, કૂવૈત, બહેરિન, થાઈલેન્ડ, વિયતનામ, દક્ષિણ કોરિયા, નેપાળ, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન જેવા દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. મોહસિનભાઈ છેલ્લા પાંચ વર્ષથી પાવરલિફ્ટિંગની દુનિયામાં સક્રિય છે અને પોતાની મહેનત, નિષ્ઠા અને અનોખી તૈયારીથી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, “આ મેડલ સખત મહેનતનું પરિણામ છે, પણ આ જીત મારા દેશ ભારતને સમર્પિત છે. મારા પરિવાર અને મિત્રોનો ટેકો હંમેશા મારા સાથે રહ્યો છે.” આ સિદ્ધિથી તેમણે સુરત શહેરનું ગૌરવ વધાર્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button