MG SELECT એ ઓપ્યુલન્ટ ઓટોને બનાવ્યો તેનો ડીલર ભાગીદાર; સુરતમાં અદ્યતન લક્ઝરી ઓટોમોટિવ રિટેલને ફરીથી વ્યાખ્યાયિત કરવા તૈયાર છે
MG SELECT નવા યુગના લક્ઝરી ગ્રાહકો માટે કાર ખરીદવાના અનુભવને બેહતર બનાવશે

સુરત, 17 ફેબ્રુઆરી, 2025: JSW MG મોટર ઇન્ડિયાની તાજેતરમાં લૉન્ચ થયેલી લક્ઝરી બ્રાન્ડ ચેનલ, એટલે કે MG SELECT એ સમગ્ર ભારતમાં 12 ડીલર ભાગીદારોની નિમણૂકની જાહેરાત કરી. આ ડીલર ભાગીદારો વિસ્તરણના પ્રથમ તબક્કા માટે નિર્ધારિત 13 શહેરોમાં 14 MG SELECT એક્સપિરિયન્સ કેન્દ્રો (ટચ પોઈન્ટ્સ) દ્વારા નવા યુગના ખરીદદારો માટે લક્ઝરી કાર ખરીદવાના અનુભવને બેહતર બનાવશે. હાલના JSW MG મોટર ઇન્ડિયાના ડીલર નેટવર્કનો એક ભાગ, એટલે કે ઓપ્યુલન્ટ ઓટોની સુરતમાં MG SELECT નું પ્રતિનિધિત્વ કરવા માટે નિમણૂક કરવામાં આવી છે.
આ જાહેરાત પર બોલતા, JSW MG મોટર ઇન્ડિયા ખાતે MG SELECT ના એગઝીક્યુટીવ હેડ, મિલિંદ શાહએ જણાવ્યું હતું કે, “MG SELECT નો ગ્રાહક કેન્દ્રિત અભિગમ નવા યુગના લક્ઝરી ખરીદદારો માટે ખાસ તૈયાર કરેલ અને વ્યક્તિગત અનુભવો આપવા પર કેન્દ્રિત છે. અમારા નવા નિયુક્ત ડીલર ભાગીદારો આ લક્ષ્ય હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
ઓપ્યુલન્ટ ઓટો એ ભારતમાં અગ્રણી ઓટોમોબાઈલ ડીલરશીપ નેટવર્ક છે, જે ટોચની વિવિધ લક્ઝરી અને પ્રીમિયમ બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરે છે. વિવિધ શહેરોમાં મજબૂત હાજરી સાથે, આ ગ્રુપ તેના ગ્રાહક-કેન્દ્રિત અભિગમ, અદભુત વેચાણ અને આફ્ટર સેલ્સ સર્વિસના અનુભવ માટે પ્રખ્યાત છે. ઓટોમોટિવ રિટેલ ક્ષેત્રને ફરીથી વ્યાખ્યાયિત કરવાના લક્ષ્ય સાથે સ્થાપિત, ગ્રુપ લેન્ડમાર્ક ઉદ્યોગમાં કાર-ખરીદી અને તેની માલિકીના શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવા માટે એક વિશ્વસનીય નામ બની ગયું છે.
ઓપ્યુલન્ટ ઓટોથી શ્રીમતી સોનમ જૈનએ ઉમેર્યું, “JSW MG મોટર ઈન્ડિયા સાથેની અમારી ભાગીદારી ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ‘એક્સેસિબલ લક્ઝરી’ શ્રેણીમાં પરિવર્તન લાવશે. અમે સુરતમાં MG SELECTની હાજરીને મજબૂત બનાવવાની સાથે નવા યુગના લક્ઝરી ગ્રાહકો માટે કારની ખરીદી અને માલિકીનો અનુભવ બેહતર બનાવવા માટે ઉત્સાહિત છીએ.”
12 સફળ ડીલરોની આ નિમણૂક MG SELECT નેટવર્કમાં નોંધપાત્ર ક્ષમતાઓ લાવે છે. ઓપ્યુલન્ટ ઓટો ઓટોમોટિવ ક્ષેત્રમાં બહોળો અનુભવ, લક્ઝરી માર્કેટની ગહન સમજ અને ગ્રાહક સેવા માટે મજબૂત પ્રતિષ્ઠા ધરાવે છે.
MG SELECT એ ”એક્સેસિબલ લક્ઝરી’ના નવા યુગના ખરીદદારો માટે છે, જે ગ્રાહકોને પર્યાવરણ અનુકૂળતા, નવીનતા અને કારીગરીના મિશ્રણ સાથે વિશિષ્ટ અનુભવન પ્રદાન કરે છે. ગ્રાહકો MG SELECT – MG Cyberster, વિશ્વની સૌથી ઝડપી MG રોડસ્ટર અને MG M9, પ્રેસિડેન્શિયલ લિમોઝિનની તાજેતરમાં લોન્ચ કરાયેલી ગાડીઓ પ્રિ-રિઝર્વ કરી શકે છે.