એજ્યુકેશન
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની મૈત્રી વસાવાએ ગુજરાત સ્ટેટ સાયક્લિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

સુરતના જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીની મૈત્રી વસાવા (ધોરણ-9, વર્ષ 2025-26) એ ગુજરાત સ્ટેટ સાયક્લિંગ એસોસિયેશન દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ સાયક્લિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મૈત્રી વસાવાએ સતત મહેનત, શિસ્ત અને રમતપ્રત્યેની નિષ્ઠાથી શાળાનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન કર્યું છે.
વિદ્યાર્થીની હવે 30/11/2025ના રોજ ઓડિશા ખાતે યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે શાળાના વાઇસ પ્રેસિડન્ટ જીગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર આશિષ વાઘાણી, તથા પ્રિન્સિપલ ડૉ. વિરલ નાણાવટીએ મૈત્રી વસાવાને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.



