એલ પી સવાણી એકેડેમી ધો.10 ના વિદ્યાર્થીઓ ઝળક્યા

સુરત : એલ પી સવાણી એકેડેમી તેના ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામોની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. CBSE બોર્ડ પરીક્ષા 2024–25 માં અમારી વિદ્યાર્થીવર્ગે જે પ્રતિબદ્ધતા, નિયમશીલતા અને અદમ્ય મહેનત દર્શાવી છે તે પ્રશંસનીય છે.
ધોરણ 10 નું પરિણામ – એક નજરે
કુલ વિદ્યાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા: 175
A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ: 16
A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ: 40
આ ઉત્કૃષ્ટ પરિણામો માત્ર વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા નહીં પરંતુ શિક્ષકોની અવિરત મહેનત અને માતા-પિતાની મજબૂત સહાયક ભૂમિકા દર્શાવે છે. એલપીએસ એકેડેમી એ હંમેશા માન્યું છે કે સફળતા સતત પ્રયત્ન અને આત્મવિશ્વાસના સંયોજનથી પ્રાપ્ત થાય છે સાબિત કરી બતાવ્યું છે. પ્રિંસિપાલશ્રી મિસ મૌતોષી શર્મા, જણાવે છે કે “આવાં ઉત્તમ પરિણામો જોઈને મારું હ્રદય ગર્વથી ભરી ઉઠ્યું છે. આ પરિણામો માત્ર ગુણાંક નથી, પરંતુ દરેક વિદ્યાર્થીના જીવનમાં મોટેરાં માઈલસ્ટોન છે. મને આનંદ થાય છે કે વિદ્યાર્થીઓએ પોતાના પર વિશ્વાસ રાખ્યો, ઊંચા લક્ષ્યાંકો ઘડ્યા અને નોંધપાત્ર સફળતા હાંસલ કરી. સમગ્ર શાળા તેમની સિદ્ધિઓથી ગૌરવ અનુભવે છે.”