લીડ ગ્રૂપની ટેકબુક ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા તૈયાર છે
સુરત:ભારતની સૌથી મોટી સ્કૂલ એડ ટેક કંપની, લીડગ્રુપે આજે ટેકબુકની લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે પરંપરાગત પાઠ્ય પુસ્તક આધારિત શિક્ષણ ને પરિવર્તિત કરવા માટે તૈયાર કરવામાં આવેલ એક બુદ્ધિશાળી પુસ્તક છે. ટેક બુક ત્રણ અદ્યતન ટેક્નોલોજી અને NCF સંરેખિત અભ્યાસક્રમ પ્રસ્તુત કરે છે. જે આજના શાળાના વિદ્યાર્થીઓ વચ્ચેના શિક્ષણ સંબંધિત મુખ્ય પડકારોનો સામનો કરે છે.
લીડ ગ્રૂપના સહ-સ્થાપક અને સીઈઓ સુમિત મહેતા એ જણાવ્યું હતું કે, ટેક બુક એ ટેક્નોલોજી, શિક્ષણ શાસ્ત્ર અને અભ્યાસ ક્રમમાં વર્ષો ના સંશોધનનું ક્રાંતિકારી પરિણામ છે અને તે કાયમ માટે વિદ્યાર્થીઓની શીખવાની રીત બદલશે. 2028 સુધીમાં, અમે ભારતની અગ્રણી 5000 શાળાઓ ના ટેકબુકસ માં અપગ્રેડ થવાની અપેક્ષા રાખીએ છીએ, જે સમગ્ર દેશમાં કલાસ રૂમમાં પર્સનલાઇઝડ અને ઇન્ટરેક્ટિવ શિક્ષણ ને સામાન્ય બનાવશે.” સુમીતે આગળ સમજાવ્યું, “પ્રથમ વર્ષમાં, ટેકબુકસ દેશની અગ્રણી 400 નવીન શાળાઓ માટે ‘ઇન્વાઇટ-ઓન્લી’ હશે.
ઓગમેન્ટેડ રિયાલિટી:પરંપરાગત 2D પાઠ્ય પુસ્તકો વિદ્યાર્થીઓની જટિલ, સ્વાભાવિક રીતે 3D હોય તેવા વિષયોને સમજવાની ક્ષમતા ને મર્યાદિત કરે છે. ટેકબુક એઆરઆઈ (ઓગમેન્ટેડરિયાલિટીઇન્સ્ટ્રક્ટર) સાથે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોને ખુબજ રસપ્રદ બનાવે છે, જેનાથી વિદ્યાર્થીઓને વિષયો 3D માં સમજાવવા સક્ષમ બનાવે છે.પર્સનલાઇઝડ રીડિંગ ફ્લુ એંસી: કોઈ પણ ભાષા શીખવા માટે, ટેકબુકનું IRA (ઇંડિપેંડેન્ટરીડિંગઆસિસ્ટન્ટ) વ્યક્તિગત શિક્ષક તરીકે કાર્ય કરે છે, વિદ્યાર્થીઓને મોટે થી પુસ્તકો વાંચે છે અને સાથે-સાથે વિદ્યાર્થી જે વાંચે છે તે સાંભળે છે અને તેમની વાંચવાની ફ્લુએંસી અને ઉચ્ચારણ પર રીઅલ-ટાઇમ પ્રતિસાદ આપે છે.