
સુરત: અલોહા અને બ્રેઇની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિન્ટર કાર્નિવલ નું આયોજન ઉમરા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ અને પેરેન્ટ જોડાયા હતા. અલોહા ઇન્સ્ટિટ્યૂટ બાળકોમાં બ્રેઈન ડેવલોપમેન્ટ ઉપરાંત ઈંગ્લીશ,મેથ્સ અને રાઇટિંગ જેવા પાસાઓમાં નામના મેળવી છે અને હર હંમેશ અવનવી એક્ટિવિટી દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.
અંદાજે 3000 જેટલા સ્ટુડન્ટ અને પેરેન્ટ જોડાયા
ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો પણ જોડાયા હતા. સમગ્ર સુરતમાં સૌથી મોટી એજ્યુકેશન ઇવેન્ટ લોકમુખે ચર્ચાનું કેન્દ્ર બની હતી જેમાં સુરત રીજીયનના 18 સેન્ટરના અંદાજે 3000 કરતા વધારે સ્ટુડન્ટ અને પેરેન્ટ જોડાયા હતા. વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા જેમાં સ્ટુડન્ટ અને પેરેન્ટ દ્વારા ઘરના શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવ્યા હતા જેનો આસ્વાદ માણીને તૃપ્ત થઇ ગયા હતા. મોટી સંખ્યામાં વિવિધ સ્ટોલ પર અવનવી વાનગી ની સાથે બ્રેઈન ગેમ્સ પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ ની સાથે પેરેન્ટ્સ પણ જોડાયા હતા અને મજા માણી હતી.
બ્રેઈન ગેમ્સમાં વિજેતા થયેલા સ્પર્ધકોને ખાસ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરત રીજીયન ના વ 18 જેટલા સેન્ટરના સ્ટાફ પણ ખડેપગે સમગ્ર આયોજનમાં લાગેલો રહ્યો હતો. વિધાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા વધારવાના હેતુથી આયોજિત આ કાર્નિવલમાં અલોહા ઇન્સ્ટિટ્યૂટ ની સાથે બ્રેઇની ઇન્સ્ટીટયુનો સ્ટાફ પણ આયોજનમાં જોતરાયેલો હતો. સ્ટુડન્ટ અને પેરેન્ટ તરફથી મળેલા અદભુત પ્રતિસાદ થી અલોહા અને બ્રેઇની ઇન્સ્ટિટ્યૂટની યશ કલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું હતું. કાર્ય્રકમ ઉમરા પોલીસ સ્ટેશનના પી આઈ સહીત બીજા અન્ય મહેમાનો પણ જોડાયા હતા.