બિઝનેસસુરત

જાવા યેઝદી મોટરસાઇકલ સુરતમાં તેનો મેગા સર્વિસ કેમ્પ યોજશે

સુરત :જાવા યેઝદી ગુજરાતના સુરતમાં તેના ખૂબજ સફળ મેગા સર્વિસ કેમ્પનું આયોજન કરવા માટે સજ્જ છે. આ ત્રણ-દિવસીય કાર્યક્રમ સુરતમાં20 માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે, જે પ્રદેશમાં 2019 અને 2020 મોડલના જાવા મોટરસાઇકલ માલીકોને વિશેષ સર્વિસ પ્રદાન કરશે. આ સર્વિસ કેમ્પ સીમા બાઇક્સ – જી-1, શ્રી આર્ક, સોસ્યો સર્કલ પાસે, શનીદેવ મંદિરની સામે, ઉધના મગદલ્લા રોડ, સુરત ખાતે યોજાશે.

આ કેમ્પના ભાગરૂપે 2019-2020 જાવા મોટરસાઇકલના માલીકો વ્યાપક વ્હીકલ હેલ્થ ચેક-અપ અને પસંદગીના પાર્ટ્સને વિનામૂલ્યે બદલાવી શકશે. મોટુલ, એમરોન અને સિએટ ટાયર્સ જેવાં અગ્રણી ઓરિજનલ ઇક્વિપમેન્ટ સપ્લાયર ગ્રાહકોને સહાય કરવા સક્રિયપણે ભાગ લેશે.યેઝદી મોટરસાઇકલ મોટરસાઇકલની હેલ્થના મૂલ્યાંકનને આધારે કોમ્પલિમેન્ટરી એક્સટેન્ડેડ વોરંટી પણ ઓફર કરી રહી છે. આ ઉપરાંત એક્સચેન્જ વેલ્યુનું મૂલ્યાંકન કરી પોતાની મોટરસાઇકલને અપગ્રેડ કરવામાં રૂચિ ધરાવતા માલીકો માટે એક વિશેષ ઝોન પણ સ્થાપિત કરાશે.

આ પહેલાં 16 સર્વિસ કેમ્પમાં 3,455થી વધુ જાવા મોટરસાઇકલના સર્વિસની સફળતા તથા માર્ચના અંત સુધીમાં આશરે 10,000 બાઇકના સર્વિસની અપેક્ષાઓને આધારે બ્રાન્ડ આગામી મહિનાઓમાં વિવિધ શહેરોમાં મેગા સર્વિસ કેમ્પની જાહેરાત કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button