સુરતમાં IVY ગ્રોથ એસોસિએટ્સ તરફથી 3-દિવસીય મેગા સ્ટાર્ટઅપ સમિટ “21 By 72” ની શરૂઆત થઈ
સુરતમાં 3-દિવસીય મેગા સ્ટાર્ટઅપ સમિટ “21 By 72” માં 25 સ્ટાર્ટઅપ્સને $500k ફાળવવામાં આવશે
સુરત : IVY ગ્રોથ એસોસિએટ્સ, એક સ્ટાર્ટઅપ એક્સેલેરેટર અને સુરત, ગુજરાત સ્થિત રોકાણકારે મુંબઈની ડેટાબેઝ મેનેજમેન્ટ કંપની Sapio Analytics સાથેના સહયોગમાં 3-દિવસીય સ્ટાર્ટઅપ સમિટ, “21 By 72” નું આયોજન કર્યું હતું. સમિટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું જેમાં સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોને એકબીજા સાથે સંપર્ક કરવા અને નેટવર્ક કરવાની અઢળક તકો પૂરી પાડી હતી.
તેમાં સ્ટાર્ટઅપ પિચથી લઈને પ્રદર્શનો, પેનલ ડિસ્કશન અને નેટવર્કિંગ ડિનર સુધી બધું જ સામેલ હતું. IVY ગ્રોથે “21 By 72” માં 100+ સ્ટાર્ટઅપ પ્રદર્શનો રજૂ કર્યા, જેનું નામ સુરતના અક્ષાંશ અને રેખાંશ પર આધારિત છે. શહેરમાં ગતિશીલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ડેવલપ કરવા તથા સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારો વચ્ચેના અંતરને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના અંતે, IVY ગ્રોથે 25 સ્ટાર્ટઅપ્સને ડોલર 500k (રૂ.30 મિલિયન) એકત્ર કરવામાં મદદ કરી હતી.
સ્ટાર્ટઅપ સમિટ 17મી જૂને તેનો ઉદઘાટન સમારોહ યોજ્યો હતો અને 19મી જૂને નેટવર્કિંગ ડિનર, કલ્પવૃક્ષ દ્વારા લાઇવ પર્ફોર્મન્સ અને અવધ યુથોપિયા સ્થળ પર સન્માન સમારોહ સાથે રાઉન્ડઅપ થયું હતું. તેમાં 5000 થી વધુ લોકોએ હાજરી આપી હતી જેમાં સ્ટાર્ટઅપના સ્થાપકો, સાહસ રોકાણકર્તાઓ અને ગુણવત્તાયુક્ત સ્પર્ધકોનો સમાવેશ થાય છે.આ કાર્યક્રમમાં ખલીફા અલ્કુબૈસી અને હિલ્મી ઘોષે સહિતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોની હાજરી પણ જોવા મળી હતી.
ઇવેન્ટ વિશે વાત કરતા IVY ગ્રોથના સ્થાપક ભાગીદાર રચિત પોદ્દારે જણાવ્યું હતું કે, “અમે વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રભાવિત કરવાના વિઝન સાથે કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં, અમે દિલ્હી, ગુવાહાટી, દુબઈ અને લંડન જેવા વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય શહેરોમાં 40થી વધુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ અને માર્ગદર્શન આપ્યું છે અને કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
અમારો ધ્યેય ભારતીય અર્થતંત્ર માટે એસેટ ક્લાસ તરીકે સ્ટાર્ટઅપ્સ વિશે જાગૃતિ કેળવવાનું છે. “21 By 72” એ સુરતમાં અમારું સૌપ્રથમ વખતનું સમિટ છે, જેનું આયોજન શહેરને માત્ર ડાયમંડ હબ તરીકે જ નહીં પરંતુ તેની સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે પણ કરવામાં આવ્યું છે.”
ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ IVY ગ્રોથ એસોસિએટ્સ, સેપિયો એનાલિટિક્સ અને બેંગ્લોર સ્થિત બાયોટેક રિસર્ચ ફર્મ ડીકોડ એજના સંબોધનો સુપરસીડ વીસી, MI કેપિટલના પાર્ટનર શીતલ સોનીએ પણ તેમના ઉપસ્થિતોને વક્તવ્ય આપ્યું હતું. ઇવેન્ટના પ્રથમ દિવસે સંજય ભાર્ગવ અને અનિતા ભાર્ગવ સાથે ફાયરસાઇડ ચેટ, અનમોલ ગર્ગની સ્ટેન્ડઅપ કોમેડી પણ જોવા મળી હતી.
મહાવીર પ્રતાપ શર્મા સીરીયલ આંત્રપ્રિન્યોર અને એન્જલ ઈન્વેસ્ટર, એમબીએ ચાયવાલાના પ્રાગુલ બિલોર ઈવેન્ટના બીજા દિવસે મુખ્ય વક્તા હતા. પેનલ ચર્ચામાં TiE સુરત, સ્ટાર્ટઅપ સ્થાપકો જેવા કે શિવ સિંઘ, અનુજ પારેખ, દીપાંશુ મનચંદા, સુમીત કાબરા અને અર્જુન વૈદ્ય સામેલ હતા.
ઇવેન્ટના અંતિમ દિવસે સ્ટાર્ટઅપ મેન્ટર સાર્થક આહુજા અને ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ડૉ. ડી આર પરમારના મુખ્ય વક્તવ્યો પણ જોવા મળ્યા હતા. SaaS ના ફાઉન્ડર, વેન્ચર કેપિટાલિસ્ટ અને સલોની જૈન, અભિષેક કીર્તિ અને વેંકટ રામન જેવા એન્જલ ઇન્વેસ્ટર્સ સાથે પેનલ ચર્ચા યોજાઇ હતી.
સ્ટાર્ટઅપ સમિટ 2030 સુધીમાં 500 ભારતીય અને વૈશ્વિક સ્ટાર્ટઅપ્સને આગળ લાવવા અને વેગ આપવાના IVY ગ્રોથના મોટા વિઝન સાથે સુસંગત હતી. સંસ્થાએ દર વર્ષે 50 સ્ટાર્ટઅપ્સ માર્કેટ-રેડી સ્કાઉટ કરવા અને તૈયાર કરવા માટે અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર્સ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સ સાથે પણ સહયોગ કર્યો હતો.
IVY ગ્રોથના કો-ફાઉન્ડર અને ડાયરેક્ટર શરદ ટોડીએ જણાવ્યું હતું કે, “ઇવેન્ટની સફળતા સૂચવે છે કે સુરત એક પ્રખ્યાત બિઝનેસ હબ તરીકે સ્થાપિત ઇમેજ ધરાવતું ભારતનું નવમું સૌથી મોટું શહેર છે જે હવે ભારતનું આગામી સ્ટાર્ટઅપ હબ બનવાના માર્ગ પર આગળ વધી રહ્યું છે.”