
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના પ્રતિનિધિ મંડળના ૪૫ સભ્યો ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા અને ખજાનચી કિરણ ઠુમ્મરની આગેવાનીમાં તા. ૨૦ થી ૨૮ નવેમ્બર ૨૦૨૩ના દરમિયાન ચીનના શાંઘાઈ ખાતે ટેક્સ્ટાઈલની અત્યાધુનિક મશીનરીનું એક્ઝિબિશન ‘ITMA ASIA + CITME ’ ની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રતિનિધિ મંડળ આ સમયગાળા દરમિયાન ટેક્સ્ટાઈલ ક્ષેત્રના વિકાસમાં ઉપયોગી એવા વિવિધ સ્થળોની મુલાકાત લેશે. જેમ કે, ITMA-CITME એક્ઝિબિશનની મુલાકાત, યાર્ન મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની મુલાકાત, વીવીંગ ફેક્ટરીની મુલાકાત, એમ્બ્રોઈડરી પ્રોડક્શન ફેક્ટરીની મુલાકાત, વર્લ્ડ ફેમસ ખચાઉ ફેબ્રિક માર્કેટની મુલાકાત, યુ સિટીની મુલાકાત અને શાંઘાઈ શહેરનો પ્રવાસ કરશે.