
સુરત: ભારતની અગ્રણી ટેનિસ-બોલ T10 ક્રિકેટ ટુર્નામેન્ટ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઈએસપીએલ)ની રોમાંચક સીઝન-3 સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી, 2026 દરમિયાન રમાવા માટે સજ્જ છે. આ અપકમિંગ સીઝનમાં આઠ ફ્રેન્ચાઈઝી રમતના મેદાનમાં આક્રમક પર્ફોર્મન્સ અને રોમાંચ પાથરશે.ISPL કોર કમિટીમાં સચિન તેંડુલકર, આશિષ શેલાર, મીનલ અમોલ કાલે અને સૂરજ સામતનો સમાવેશ થાય છે.
સીઝનના ઓપનર તરીકે આઈએસપીએલની સીઝન 3માં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ માટે ટોચના પાંચ બેટ્સમેન પર સૌ કોઈ નજર રાખી રહ્યા છે.
1. વિજય પાવલે- માઝી મુંબઈ- ભારતીય ટેનિસ-બોલ ક્રિકેટના “સ્પીડ માસ્ટર” તરીકે જાણીતા વિજય પાવલેએ જે મેચનું પાસું બદલવાનું હોય ત્યારે પ્રેશર વચ્ચે ઉમદા બેટિંગ કરે છે.મુંબઈ વધુ બીડ બોલાઈ હતી. રાઈટ ટુ મેચ કાર્ડ મારફત તેને રૂ. 32.50 લાખમાં ખરીદ્યો હતો.
2.કેતન મ્હાત્રે- ચેન્નઈ સિંઘમ્સ- આઈએસપીએલ ટેનિસ બોલ ક્રિકેટમાં ધૂરંધર ઓપનર્સ ધુઆંધાર બેટિંગ દ્વારા પ્રત્યેક સીઝનમાં સૌ કોઈનું ધ્યાન ખેંચે છે, મ્હાત્રે ફરી એકવાર ચેન્નઈ સિંઘમ્સ તરફથી રમી રહ્યો છે. જેને રાઈટ ટુ મેચ કાર્ડ મારફત રૂ. 26.40 લાખમાં રિટેન કર્યો હતો. તે પ્રથમ બોલથી જ ચોગ્ગા-છગ્ગાનો જાદુ વેરશે.
3. સૈફ અલી- ટાઈગર્સ ઓફ કોલકાતા- સાગર અલી તરીકે જાણીતો . સૌથી યુવા ખેલાડી લેફ્ટ હેન્ડ બેટ્સમેન સૈફ અલી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં સૌથી સુસંગત અને વિશ્વસનીય બેટ્સમેન્સ પૈકી એક તરીકે ઉભરી આવ્યો છે. ટાઈગર્સ ઓફ કોલકાતાએ રૂ. 23.65 લાખમાં ખરીદ્યો હતો, આઈએસપીએલની બે સીઝનમાં ચાર અર્ધસદી સમાવિષ્ટ છે.
4. ફરદિન કાઝી- બેંગ્લુરૂ સ્ટ્રાઈકર્સ- ફરદીન કાઝીની નિર્ણાયક ક્ષણ સીઝન 2માં ચેન્નઈ સિંઘમ્સ સામે છેલ્લા બોલ પર થ્રીલર બેટિંગ કરી હતી. તેની આ બેટિંગના કારણે તે લીગનો સૌથી વિશ્વસનીય ફિનિશર તરીકે જાહેર થયો હતો.. સીઝન-3માં તેને બેંગ્લુરૂ સ્ટ્રાઈકર્સે રૂ. 22.30 લાખમાં ખરીદ્યો હતો.
5. જગન્નાથ સરકાર- ચેન્નઈ સિંઘમ્સ- જગન્નાથ સરકારે પોતાને આઈએસપીએલમાં સૌથી વિશ્વસનીય અને મનોરંજક આક્રમક ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્થાપિત કર્યો છે. ચેન્નઈ સિંઘમ્સ દ્વારા રૂ. 20.02 લાખમાં રિટેન.તેણે સીઝન-2માં 16 છગ્ગા ફટકાર્યા હતા.
ચાહકોને આ એક્શનની લાઈવ મજા માણી શકે છે, જેની ટિકિટ ટૂંક સમયમાં બુકમાયશૉ (BookMyShow) પર ઓનલાઈન ઉપલબ્ધ થશે.



