પોલિસી સામે એક જ મિનિટમાં ઇન્સ્ટન્ટ લોન હવે ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે શક્ય છે
સુરત : ભારતની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપની ઓ પૈકી ની એક ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સે તેના ગ્રાહકો માટે ડિસ્રપ્ટિવ સર્વિસ પ્રપોઝિશન લોન્ચ કર્યું છે. ઇમર્જન્સી ફંડ મેળવવા માંગતા આ પોલિસી ધારકો કવરેજ ગુમાવ્યા વિના તેમની ઇન્શ્યોરન્સ પોલિસી થી રૂ. 1 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન મેળવી શકે છે. આ લોનની રકમ ઇન્શ્યોરન્સ કંપની ની આધુનિક MyDigiAccount પોર્ટલ દ્વારા એક જ મિનિટ માં ગ્રાહકના એકાઉન્ટ માં જમા થાય છે. લોન્ચ થઈ ત્યાર થી આ ડિજિટલ-ફર્સ્ટ પહેલે 500થીવધુ રિસ્ક્વેસ્ટ્સ પ્રોસેસ કરી ચૂકી છે અને લગભગરૂ. 5.5 કરોડની રકમ આપી છે જે પોલિસી ધારકો માટે તરલતાની સ્થિતિ ને સરળ બનાવે છે.
ટાટા એઆઈએ ના હેડ ઓફ ઓપરેશન્સ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અરોરા એ જણાવ્યું
હતું કે “ઇમર્જન્સી ફંડ ની જરૂરિયાત કોઈને પણ ક્યારે પણ ઊભી થઈ શકે છે. ઇન્સ્ટન્ટ લોન સુવિધા
અમારા ગ્રાહકોને તેમની પોલિસી સરેન્ડર કર્યા વિના જ એક્સીજેન્સીઝ સહિત ની કોઈ પણ પરિસ્થિતિ માં
ચિંતા મુક્ત રહેવા માટે સક્ષમ બનાવે છે.
પોલિસી સામે લોન સર્વિસ લોન મેળવવાની લાંબી પ્રક્રિયા ને અટકાવે છે અને પર્સનલ લોન કરતાં ઓછા વ્યાજ દર ધરાવે છે. ક્લેઇમના સેટલમેન્ટ સમયે કોઈ પણ બાકી રકમ એડજસ્ટ કરી ને ગ્રાહકો પાસે તેમની સુવિધા અનુસાર લોન ની ચુકવણી કરવાની સુગમતા રહે છે. આ સર્વિસ રોકડ પ્રવાહમાં વિક્ષેપ ને કારણે લોન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલાલોકોને રાહત પૂરી પાડે છે.