બિઝનેસસુરત

સુરતમાં જૈનમ બ્રોકિંગ દ્વારા 21-22 માર્ચના રોજ ભારતના સૌથી મોટા ટ્રેડર્સ મહાકુંભ આયોજન

IOC 6.0 માટે 536 કરતા વધુ શહેરોમાંથી 10000થી વધુ ટ્રેડર્સના થઈ ચૂક્યા છે રજિસ્ટ્રેશન

સુરત: ભારતની અગ્રણી સ્ટોક બ્રોકિંગ કંપનીઓમાંની એક, જૈનમ બ્રોકિંગ લિમિટેડ, “ટ્રેડર્સ મહાકુંભ” થીમ પર યોજાનાર ઇન્ડિયન ઓપ્શન્સ કોન્ક્લેવ 6.0ની તૈયારીઓને આખરી ઓપ આપી દિધો છે. આ બે દિવસીય ઇવેન્ટ ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટા ઓપ્શન્સ ટ્રેડિંગ કોમ્યુનિટી મેળાવડામાંનો એક છે અને આ વખતે તે 21 અને 22 માર્ચ, 2025 ના રોજ SIECC કન્વેન્શન સેન્ટર, સુરત, ગુજરાત ખાતે યોજાશે. 40થી વધુ માર્કેટ એક્સપર્ટ ના સેશનની સાથે જાણીતા માઈન્ડ રીડર સુહાની શાહ ૨૧ તારીખે અને ૨૨ તારીખે એન્ટરપ્રિનીયોર અંકુર વારિકું ચીફ ગેસ્ટ તરીકે પધારશે.

અત્યાર સુધી 536 કરતા વધુ શહેરોમાંથી અંદાજે 10000 થી વધુ ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ (રોકાણકારો)નું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. . જે તેની સફળતા દર્શાવે છે. આ વર્ષે, આ કાર્યક્રમમાં હર્ષુભ શાહ, વિશાલ મલકન, શારિક સમસુધીન, સુબાશીષ પાની અને સંદીપ રાવ સહિત 40+ નિષ્ણાત વક્તાઓ ઓપ્શન્સ ટ્રેડિંગની ફાસ્ટ દુનિયામાં તેમના વ્યૂહ , સ્ટ્રેટેજી અને અનુભવો શેર કરશે. વધુમાં, આ કાર્યક્રમમાં કેપિટલ માર્કેટ ઇકોસિસ્ટમમાં નવીનતમ સાધનો, ટેકનોલોજી અને સેવાઓનું પ્રદર્શન કરતા 60+ એક્ઝિબિટર્સ પણ જોડાશે.

પ્રથમ વખત આ કાર્યક્રમમાં ગિનીઝ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ 22 માર્ચ ના રોજ આ ઇવેન્ટ માં આવશે. જેમની હાજરીમાં “લાર્જેસ્ટ ફાઇનાન્સીયલ ઇન્વેસ્ટમેન્ટ લેસન” પર વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયત્ન થશે.

પ્રથમ દિવસે, 1,200 પેઇડ રજીસ્ટ્રેશન કરનાર ટ્રેડર્સને નિષ્ણાતો સાથે લાઇવ ટ્રેડિંગ સત્રમાં ભાગ લેવાની વિશિષ્ટ તક મળશે, જે પોતાના અનુભવ શેર કરશે. પ્રથમ વખત, IOC 6.0 માર્કેટ એક્સપર્ટ દ્વારા આયોજિત એક માસ્ટરક્લાસ પણ રજૂ કરશે. આ કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ સેશન્સ , લાઇવ ટ્રેડિંગ, પેનલ ચર્ચાઓ અને નેટવર્કિંગ જેવી તક મળી રહેશે.

આ ઇવેન્ટમાં નીચેના વિષયો આવરી લેવામાં આવશે

– ઓપ્શન્સ ફંડામેન્ટલ્સ અને એડવાન્સ્ડ કોન્સેપ્ટ્સ
– ઓપ્શન્સ ટ્રેડિંગ સ્ટ્રેટેજી અને સેટઅપ
– ઓપ્શન્સ રિસ્ક મેનેજમેન્ટ અને પોર્ટફોલિયો ઑપ્ટિમાઇઝેશન
– ઓપ્શન્સ એનાલિટિક્સ અને અલ્ગોરિધમ્સ
– ઓપ્શન્સ ટેક્સેશન અને કોમ્પ્લાયન્સ
– ઓપ્શન્સ માર્કેટ ટ્રેન્ડ્સ અને ઑપર્ચ્યૂનિટિ
આ ઇવેન્ટમાં ભારતના કેટલાક સૌથી અગ્રણી અને સફળ ઓપ્શન્સ ટ્રેડર્સ અને રોકાણકારોની સફળતાની વાર્તાઓ અને શ્રેષ્ઠ ટેકનિકો પણ પ્રદર્શિત કરશે.

મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ (MSE) આ ઇવેન્ટનું ડાયમંડ પાર્ટનર છે. ઇવેન્ટના અન્ય ભાગીદારો Oi Pulse & 1Cliq અને Greeksoft Technologies Pvt. Ltd. સિલ્વર પાર્ટનર છે જેની સાથે BSE, NSE, MCX, NCDEX, ICCL, CDSL અને MSE આ ઇવેન્ટના એક્સચેન્જ પાર્ટનર છે. જ્યારે AXIS BANK બેંકિંગ પાર્ટનર જોડાયું છે. આ ઉપરાંત SGCCI, BNI, કોર્પોરેટ કનેક્શન અને JITO સપોર્ટિંગ પાર્ટનર છે અને ખુશી મીડિયા મીડિયા પાર્ટનર છે.

મિલન પરીખ( મેનેજિંગ ડિરેકટર, જૈનમ બ્રોકીંગ લિમિટેડ) એ જણાવ્યું કે “માર્કેટમાં સફળ ટ્રેડર્સ બનવા આ કોનક્લેવ પ્લસ પોઈન્ટ બની રહેશે. અમને ભારત અને વિદેશના ટ્રેડર્સ અને રોકાણકારોને ઈન્ડિયન ઓપ્શન્સ કોન્ક્લેવ 6.0 “ટ્રેડર્સ મહાકુંભ” માં જોડાવા માટે આમંત્રિત કરતા આનંદ થાય છે, જે ટ્રેડર્સ માટેનો શ્રેષ્ઠ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં એક્સપર્ટ લોકો પાસેથી શીખવા, સરખી વિચારસરણી ધરાવતા પાર્ટનર સાથે નેટવર્ક બનાવવાની અને માર્કેટની તકોને ઝડપી પાડવાની ઓપોર્ચ્યુનિટી પુરી પડશે . અમને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ બધા પાર્ટનર્સને વેલ્યુ એડીશન કરાવવામાં મદદ કરશે અને તેમને તેમના ટ્રેડિંગ અને રોકાણને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં મદદ કરશે,”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button