નેશનલબિઝનેસ

ભારતે દાવોસ 2025 ખાતે જળ સુરક્ષા અને સ્વચ્છતા અંગેની સિદ્ધિઓ રજૂ કરી

સુરત– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન શ્રી સી આર પાટિલે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે મહત્વના સેશન્સ દરમિયાન જળ સુરક્ષા અને સ્વચ્છતામાં ભારતે હાથ ધરેલી પરિવર્તનકારી પહેલ રજૂ કરી હતી. આ ચર્ચાઓમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગૉલ્સ (એસડીજી) હાંસલ કરવા અને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.

પાણીથી સુરક્ષિત ભવિષ્ય માટે વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા માટેના સેશનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસ તથા વિશ્વભરના જળ નિષ્ણાંતો અને 300 લોકો ફિઝિકલી અને વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. આ સેશનમાં શ્રી પાટિલે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ભારતનું નેતૃત્વ દર્શાવ્યું હતું. તેમણે દર્શાવ્યું હતું કે કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના કાર્યકાળ હેઠળ પાણીની તંગી અનુભવતા રાજ્યમાંથી ગુજરાતે પાણીની સુરક્ષાનું મોડલ બનવા સુધીનું નોંધપાત્ર પરિવર્તન હાંસલ કર્યું હતું જેણે દેશભરમાં આવા પ્રયાસોને પ્રેરણા આપી હતી. જેના પગલે 60,000 અમૃત સરોવરની રચના અને પુનઃસ્થાપના થઈ હતી તેવા જળ શક્તિ અભિયાન અને પાણી બચાવવાના અન્ય કાર્યક્રમો જેવી મોટાપાયે હાથ ધરાયેલી પહેલને ભારતની સફળતાના મુખ્ય ચાલકબળ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ સેશનમાં ટકાઉ પદ્ધતિઓ તથા આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓ દ્વારા પાણીની અછતને દૂર કરવા માટેના વૈશ્વિક મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

શ્રી સી આર પાટિલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે ભારતની જળ અને સ્વચ્છતાના ક્ષેત્રની સફળ વાર્તાઓ રજૂ કરી હતી અને ભાર મૂક્યો હતો કે ભારત ગ્રામ્ય વિસ્તારોના ઘરોને પીવાનું પાણી પૂરું પાડવામાં, ગ્રામીણ સ્વચ્છતા અને નદીઓની કાયાપલટ જેવા વિશ્વના કેટલાક મોટા કાર્યક્રમો હાથ ધરી રહ્યો છે. તેમણે જળ જીવન મિશનની સિદ્ધિઓ દર્શાવી હતી જેના થકી લગભગ 15 કરોડ ગ્રામીણ ઘરોમાં ચકલી દ્વારા પીવાનું સુરક્ષિત પાણી પૂરું પાડવામાં આવ્યું છે, સ્વચ્છ ભારત મિશન જેના થકી જાહેર આરોગ્ય તથા ગરિમા વધારવા માટે 120 મિલિયન ગ્રામીણ શૌચાલયો બાંધવામાં આવ્યા છે અને નેશનલ મિશન ફોર ગ્રીન ગંગા (એનએમસીજી) જે નદીઓની કાયાપલટ અને પર્યાવરણીય ટકાઉપણા માટે ગ્લોબલ મોડલ બન્યું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button