એજ્યુકેશનસુરત

ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફિએસ્ટા-8 નું શુભારંભ

સુરતઃ અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 8-એન્યુઅલ ફિએસ્ટાનું ગુજરાતના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા 3 દિવસનાં કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમાં 4000થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં માત્ર ડાન્સ નહી, પરંતુ સમાજનાં દિગ્ગજ વ્યક્તિઓની સત્યકથા પર આધારિત એવા 3 ડ્રામા ડાન્સ સાથે રજુ કરવામાં આવશે, જેમાં ગુજરાતી માધ્યમ દ્વારા મુંબઈના D.G મનોજ શર્માની કારકીર્દી પર “લક્ષ્ય-2” ડ્રામા રજુ કરવામાં આવ્યો હતો.

આજ પ્રમાણે CBSE સ્કૂલ દ્વારા “યેજો દેશ હૈ મેરા” નાં થીમ પર અને ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમ દ્વારા “સંઘર્ષ- A TALE OF SUCCESS” ને રજુ કરવામાં આવ્યું હતું.
સાથે-સાથે આ તમામ ડ્રામા દ્વારા સમાજની અંદર ચાલી રહેલું ડ્રગ્સનું દુષણ દૂર કરવાનાં સંદેશા સાથે જીવનમાં મુશ્કેલીઓને પાર કરી આગળ વધવાના સંદેશા સાથે ડ્રામાં રજુ થયેલ હતા.

આ બાબતની નોંધ ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નોંધ લેવાય હતી અને તે બાબતે શાળાનાં પ્રમુખશ્રી રામજીભાઈ માંગુકિયા અને ઉપપ્રમુખ જીગ્નેશભાઈ માંગુકિયાને આ વાર્ષિક કાર્યક્રમ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા અંતગર્ત શુભેરછા પાઠવી હતી. તેમજ શાળાનાં મેનેજિંગ ડિરેકટર કિશનભાઈ માંગુકિયાને ઉપરોક્ત તમામ કાર્યક્રમ ખુબ સફળ બને તે માટે અભિવાદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button