એજ્યુકેશન
પ્રથમ સત્રમાં ભૂલકાંઓ અને વાલીઓનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત

સુરતઃ ઉગત રોડ, જહાંગીરપુરા ખાતે તા. 05/06/2023 ના રોજ URJA INTERNATIONAL ACADEMY ( અંગ્રેજી માધ્યમ) શાળા માં બાળ વિભાગ માં નર્સરી, જુ.કે. ના વર્ગોના પ્રથમ સત્રમાં ભૂલકાંઓ અને વાલીઓનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરીને શૈક્ષણિક સત્રનો આરંભ કરવામાં આવ્યો.
શાળાના ટ્રસ્ટી રાજેશકુમાર મિશ્રા એ આ વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની શ્રેષ્ઠ શાળા તરીકે સાબિત થવાનો વિશ્વાસ વ્યક્ત કરી વાલીઓ અને શુભ ચિંતકોના સાથ સહકારની અપેક્ષા દર્શાવી વિદ્યાર્થીઓને શુભકામના તથા આશિષ પાઠવ્યા છે.