અન્ય
ભાડૂત પોતાનું મકાન ખરીદે તો મકાન માલિક કબ્જો મેળવવા હક્કદાર થાય
જો કોઈ મિલકત નો ભાડૂત, પોતાનું મકાન ખરીદે તો ભાડૂતે વૈકલ્પિક વસવાટ મેળવ્યો હોય તે કારણે મકાન માલિક તેમને ભાડે આપેલ જગ્યાનો કબજો મેળવવા હક્કદાર ઠરે છે. ભલે પછી પાછળથી તે ભાડૂતે ખરીદેલ મકાન વેચાણ કર્યું હોય અને ખરીદેલ મકાન શા માટે વેચવું પડ્યું તે કારણો અસ્થાને છે. આવા સંજોગોમાં ભાડૂત વિરુદ્ધના મકાન માલિકના દાવામાં પોતાની પાસે વૈકલ્પિક રહેઠાણ નથી તેવો બચાવ ચાલી શકે નહીં.
(Ref: ભગવાનજી વિઠ્ઠલજીના વારસો V/S વેલજી કચરાભાઈનો વારસો—-નામદાર ગુજરાત હાઇકોર્ટ—–2007)
2007(2) GLઆર 1458)
(આ લેખ લખનાર એડવોકેટ દિપક એ પાટીલ રાજયનાં પ્રખ્યાત ધારાશાસ્ત્રી છે. જમીન વિષયક સલાહ માટે સંપર્ક કરો- ઓફીસ નંબર – 8320326591)