સુરતમાં ઉચ્ચ નાણાકીય અનિશ્ચિતતા વધુ છતાં મજબૂત આયોજનઃ ABSLI
સુરત : આદિત્ય બિરલા લાઇફ ઇન્સ્યોરન્સનું અનિશ્ચિત ઇન્ડેક્સ 2024 સુરતના ફાઇનાન્સિયલ લેન્ડસ્કેપ વિશે મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે, જે વધતી અનિશ્ચિતતા અને મજબૂત પ્લાનિંગ પ્રથાઓ બંન્નેને હાઇલાઇટ કરે છે. સુરતના લગભગ તમામ ઉત્તરદાતાઓએ આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ નાણાકીય અનિશ્ચિતતાઓની સંભાવના દર્શાવી છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. આ ઉપરાંત સુરતના 85 ટકા કાર્યબળને અણધાર્યું અને વ્યસ્ત કામગીરીના શિડ્યૂલનો સામનો કરવો પડે છે, જે કામના સ્થળે રાષ્ટ્રીય ટ્રેન્ડની તુલનામાં વધુ પડાકારજનક માહોલ સૂચવે છે.
આ પડકારો વચ્ચે પણ સુરત તેના સક્રિયપણે નાણાકીય આયોજન બાબતે સૌથી વિશિષ્ટ છે. 73 ટકા રહેવાસીઓ પાસે નાણાકીય સુરક્ષા માટે વીમા પોલીસી છે, જ્યારે કે 82 ટકાએ મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા સ્ટોકમાં રોકાણ કર્યું છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ બમણું છે. નિયમિત નાણાકીય સમીક્ષા કરવી સામાન્ય પ્રથા છે તથા 85 ટકા લોકો ત્રિમાસિક અથવા માસિક મૂલ્યાંકન કરે છે. શહેરમાં વૈવિધ્યસભર ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે મજબૂત પ્રાથમિકતા જોવા મળી છે અને રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં જીવન વીમો ધરાવતા અને રોકાણનો પોર્ટફોલિયો જાળવતા રહેવાસીઓની ટકાવારી વધુ છે.
નાણાકીય આદતો કેળવવામાં વારસાગત પ્રભાવ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જ્યાં સુરતના 85 ટકા રહેવાસીઓ તેમના આયોજનમાં તેમના માતા-પિતાનો પ્રભાવ હોવાનું દર્શાવે છે, જ્યારેકે રાષ્ટ્રીય સ્તરે આ આંકડો 63 ટકા છે. આ ઉપરાંત 99 ટકા ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સજ્જતાને પ્રાથમિકતા આપે છે, જે તેમની દૂરંદેશી સૂચવે છે.
વેપારનો મોરચે સુરતના ઉદ્યોગસાહસિકો તેમના સાહસની સ્થિરતા અને વૃદ્ધિ માટે સરેરાશ કરતાં વધુ આત્મવિશ્વાસ પ્રદર્શિત કરે છે. અનિશ્ચિતતાનો સામનો કરવા રહેવાસીઓ નાણાકીય સલામતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમજ વિશ્વસનીય સ્રોતો પાસેથી સલાહ લે છે અને લેઝર પ્રવૃત્તિઓમાં જોડાય છે.
અનિશ્ચિત ઇન્ડેક્સ 2024 સુરતનું યોગ્ય આયોજન સાથે નાણાકીય અનિશ્ચિતતાને સંતુલિત કરતા શહેરનું ચિત્રરજૂ કરે છે. તેના રહેવાસીઓ વ્યૂહાત્મક રોકાણોમાં આગેવાની કરે છે, નાણાકીય આયોજનમાં મજબૂત વારસાઇ પ્રભાવ દર્શાવે છે તથા વ્યવસાયની સંભાવનાઓમાં ઉચ્ચવિશ્વાસ ધરાવે છે.જોકે તેઓ અલગ અલગ કાર્ય શેડ્યૂલ સંબંધિત પડકારો અને આરોગ્યની ચિંતાઓનો પણ સામનો કરે છે.