સુરત ખાતે ગુજરાત લેવલની ભવ્ય ‘ડિઝાઈન સ્પાર્ક’ મીટ અપ યોજાઈ
ગુજરાત આઇટીમાં વધુ સિદ્ધિઓ હાંસિલ કરવાનું પ્રબળ દાવેદાર : સપ્તશ્રી પ્રકાશ
સુરત: ગુજરાતમાં ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રીનું ક્લચરને નવી રાહ આપી ઇનોવેશન્સ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો સુચારુ ઉપયોગ કરવાના ઉદેશ્ય સાથે રેડ & વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ અને સુરત ડિઝાઇન કોમ્યુનિટીના સંયુક્ત ઉપક્રમે ગત રોજ યોગી ચોક ખાતે ગુજરાત લેવલની ‘ડિઝાઇન સ્પાર્ક મીટ અપ’ યોજાઈ હતી. શ્રી સપ્તશ્રી પ્રકાશ ડાયરેકટર ઓફ ડિઝાઇન (સ્વિગી), શ્રી ગૌરવ કુમાર લોટીફાઇલ્સના પ્રોડક્ટ ડિઝાઈનર, શ્રી ફેલિક્સ લી એડીપી લિસ્ટના કો.ફાઉન્ડર એન્ડ સીઈઓ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા 250 થી વધુ ડિઝાઇન ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ સાથે ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય અને ઇનોવેશન બાબતે ચર્ચા-સંવાદ સેશન યોજાયું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત સપ્તશ્રી પ્રકાશ દ્વારા ‘ઈમ્પૅક્ટ ઓફ એઆઈ ઓન ડિઝાઇન’ વિષય પર કર્મચારીઓની નોકરી એઆઈ નહિ પરંતુ જે લોકોએ એઆઈ ટેક્નોલોજીનો સ્વીકાર કર્યો છે એ લઇ જશે એવું જણાવ્યું હતું. તેમને કહ્યું હતું કે ડિઝાઇન ઇન્ડસ્ટ્રી જે ક્રિએટિવિટી અને વિઝ્યુલાઇઝેશનથી રન થતું પ્લેટફોર્મ છે. એઆઈ ના આવ્યા બાદ આ ઇન્ડસ્ટ્રીમાં અનેક ફેરફારો જોવા મળ્યા છે. ડિઝાઇનરો એ તેના કેટલાક અંશ ઉપયોગમાં લઇ શકે છે પરંતુ તેના પર સંપૂર્ણ નિર્ભર થવાથી બચવું જોઈએ. તેમને વધુમાં ગુજરાત આઇટી ક્ષેત્રે વધુ સિદ્ધિઓ હાંસિલ કરવાનું પ્રબળ દાવેદાર છે તેમજ સુરતનું જમણ જે ખરા અર્થે મજેદાર છે એવું ઉમેર્યું હતું.
આ મીટ અપમાં વર્ચ્યુલી જોડાયેલા ફેલિક્સ લી એ ઇન્ડસ્ટ્રીના પોતાના અનુભવની વાતો થકી તમામને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જયારે અહીં હાજર ગૌરવ કુમારે ‘મોશન ડિઝાઇન વર્કફલો સિમ્પલીફાઈડ’ પર પોતાની વાત રજૂ કરી હતી. તેમને કોઈ પણ પ્રોડક્ટની વેબસાઈટ અથવા પ્રોફાઇલને આક્રષિત બનાવવા મોશન ડિઝાઇનનું મહત્વ તેમજ તેના વર્કફ્લો વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત સુરત ડિઝાઇન કોમ્યુનિટીના ફાઉન્ડરશ્રી મોહિતભાઈ સાવલિયાએ ગુજરાતમાં ડિઝાઇન કોમ્યુનિટીનો ગ્રોથ અને તેની મહત્વકાંશા અને ભવિષ્યના ધ્યેય વિષે સમજાવ્યું હતુ. મીટ અપના અંતે ઉપસ્થિત ડિઝાઈનરોએ આ ઇન્ડસ્ટ્રીના જાણકાર મહેમાનો સામે પોતાના પ્રશ્નો મૂકી માર્ગદર્શક ઉકેલો મેળવ્યા હતા.
આ કાર્યક્રમના સંચાલનમાં સુરત ડિઝાઇન કોમ્યુનિટીના ફાઉન્ડરશ્રી મોહિતભાઈ સાવલિયા, કો-ફાઉન્ડર સર્વ શ્રી ઉર્વિક મોરડીયા અને રાજેશ રાદડિયા અને દર્શન માંડણકાએ સફળ કામગીરી નિભાવી હતી. આ પ્રસંગે રેડ & વ્હાઇટ સંસ્થાના ફાઉન્ડરશ્રી હિતેશ દેસાઈ, સુરતની વિવિધ આઇટી કંપનીઓના સીઈઓ, સંસ્થાના કર્મચારીઓ અને ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા ટેક સ્પેશિયાલિસ્ટ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.