બિઝનેસ

ગ્રોવએ ગુજરાતમાં હાજરી મજબૂત બનાવે છે; સુરત નાણાકીય ક્રાંતિમાં જોડાયું

સુરત – 1.29 કરોડ કરતા વધુ એક્ટિવ ક્લાયન્ટ્સ અને 26.26 ટકા બજાર હિસ્સા (એનએસઈના આંકડા મુજબ) સાથે સ્ટોક બ્રોકિંગમાં માર્કેટ લીડર Groww ગુજરાતમાં તેની હાજરી વિસ્તારી રહી છે. 2020માં સ્ટોક ટ્રેડિંગ શરૂ કર્યું ત્યારથી કંપની સપ્ટેમ્બર 2023માં નંબર વન બ્રોકરેજ પ્લેટફોર્મ બની હતી.

નાણાકીય વર્ષ 25 માં, NSE એ 84 લાખ નવા સક્રિય ડીમેટ ખાતા ઉમેર્યા, અને આ વૃદ્ધિમાં એકલા Groww નો હિસ્સો 40% થી વધુ હતો, જે 34.2 લાખ નવા ખાતાઓનું યોગદાન આપે છે. આ ભારતના મૂડી બજારોમાં નવી રિટેલ ભાગીદારીને વેગ આપવામાં કંપનીની મુખ્ય ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

સુરતમાં નાણાંકીય બજારમાં વધતા રસ તથા તેના ઉદ્યોગસાહસિકતાની ભાવનાના પગલે રિટેલ રોકાણમાં વધારો જોવા મળ્યો છે.Groww એ તાજેતરમાં જ સુરતમાં એક એક્સક્લુઝિવ ટ્રેડર એજ્યુકેશન ઇવેન્ટ અબ ઈન્ડિયા કરેગા ગ્રોનું આયોજન કર્યું હતું જેમાં 100થી વધુ રિટેલ ટ્રેડર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ રસપ્રદ સેશન્સમાં માર્કેટ ટ્રેન્ડ્સ, ટ્રેડિંગ વ્યૂહરચનાઓ અને રિસ્ક મેનેજમેન્ટ ટેક્નિક્સના મહત્વના પાસાં આવરી લેવામાં આવ્યા હતા અને ઉપસ્થિત રહેનારાઓને બજારના જટિલ ખ્યાલોની સમજ આપવામાં આવી હતી. સુરતમાં વેપાર માલિકો, વ્યવસાયિકો અને યુવા રોકાણકારો સહિતના ટ્રેડર્સ Groww ના એડવાન્સ્ડ ટ્રેડિંગ ટૂલ્સ, શૈક્ષણિક પહેલ અને પોતાનો ટ્રેડિંગ અનુભવ વધારવા માટે સરળ એક્ઝિક્યુશનનો લાભ લે છે.

Groww ની મજબૂત ટેક્નોલોજી અને વપરાશમાં સરળ એપ ઝડપી, ઝંઝટમુક્ત રીતે ટ્રેડિંગ સુનિશ્ચિત કરે છે, દરરોજ લાખો વ્યવહારો હાથ ધરે છે અને ટ્રેડર્સને સપોર્ટ કરવા માટે નવી સુવિધાઓ ઉમેરે છે.

જાણીતા ટ્રેડર પ્રફુલ કુલકર્ણીએ જણાવ્યું હતું કે “Groww ગ્રાહકોની જરૂરિયાતો મુજબ વ્યાપક સંશોધન કરે છે અને પ્રતિભાઓ પર કામ કરીને નવી પ્રોડક્ટ્સ તથા ફીચર્સ તૈયાર કરે છે. આમ કરીને તેણે ટ્રેડિંગ અનુભવ વધાર્યો છે અને ભારતના ટ્રેડર્સમાં પસંદગીનું પ્લેટફોર્મ બની છે. હું તેમની તાજેતરની રિસર્ચ પ્રોસેસમાં સામેલ હતો અને ગ્રાહકોના પ્રતિસાદ અંગે તેમની પ્રતિબદ્ધતાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button