ટી એમ પટેલ સ્કૂલમાં ફાધર ડે ની ભવ્ય ઉજવણી

સુરત: સુરતની ખ્યાતનામ ટી એમ પટેલ ઇન્ટનેશનલ સ્કૂલમાં બાળકોને ભણતરની સાથે સંસ્કાર આપવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. જીવન મુલ્યોનું કેટલું મહત્વ રહેલું છે તેનું જ્ઞાન બાળકોને નાનપણ થી આપવામાં આવી રહ્યું છે. આવી જ રીતે સ્કૂલમાં ફાધર ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પેરેન્ટ્સ સાથે બાળકો એ વિવિધ એકિટવિટી કરી હતી.
દરેકના જીવનમાં ફાધર નું ખૂબ જ મહત્વ રહેલું છે અને તેથી જ ફાધર ના કાર્યોની પ્રશંસા કરવા માટે ઇન્ટરનેશન ફાધર ડે ની ઉજવણી કરવામાં આવે છે. ટી એમ પટેલ ઇન્ટનેશનલ સ્કૂલ દ્વારા પણ ફાધર ડે ની ભવ્ય ઉજવણી સ્કૂલ કેમ્પસ મા કરવામાં એવી હતી જેમાં બાળકોએ તેમાં જીવનમાં ફાધર નું કેટલું મહત્વ છે અને તેમના પ્રત્યે પોતાનો પ્રેમ,ત્યાગ અને સમર્પણ વિશે બાળકોએ પોતાના શબ્દોથી હૃદયસ્પર્શી લાગણી વ્યક્ત કરી હતી.
જેની સાથે પ્રી પ્રાયમરી ના બાળકોએ ડાન્સ રજૂ કર્યો હતો. અને વિવિધ ગેમ્સ અને એકિટવિટી પણ કરી હતી. વધુમાં બાળકોએ એ વિવિધ આર્ટ બનાવીને આ દિવસ ને ખાસ બનાવી દિધો હતો. બાળક અને પિતા વચ્ચેના બોન્ડિંગ ને જોઇને સૌકોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.