ઝોડિયાકના ‘વન્સ ઇન અ યર સેલ’ માટે વીઆઇપી એક્સેસ મેળવો
ભારતમાં પુરુષો માટે ઉત્કૃષ્ટ ક્લોથિંગ બ્રાન્ડ ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ ગુણવત્તા અને ડિઝાઇન બાબતે વિશિષ્ટ ઓળખ અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે. આ બ્રાન્ડ તેના ‘વન્સ ઇન અ યર’ સેલ માટે જાણીતી છે અને તે પણ ખૂબજ મર્યાદિત સમયગાળા માટે. હકીકતમાં બ્રાન્ડને ખૂબજ પસંદ કરતાં ગ્રાહકો માટે ઝોડિયાક એન્યુઅલ સેલની આતુરતાથી રાહ જોવાય છે.
આ વર્ષે ઝોડિયાક તેના ગ્રાહકોને વાર્ષિક સેલ માટે વીઆઇપી એક્સેસ ઓફર કરી રહ્યું છે. દરેક માટે સેલ શરૂ થાય તે પહેલાં https://bit.ly/ZodiacVIPAccess ઉપર નોંધણી કરાવનાર પ્રત્યેક ગ્રાહક એક દિવસ પહેલાં સેલની એક્સેસ મેળવશે. તેનો મતલબ પ્રોડક્ટ્સ સમાપ્ત થતાં પહેલાં વ્યક્તિ તેને વહેલા ખરીદી કરવાનો લાભ મેળવી શકશે. આ સેલ સમગ્ર ભારતમાં કંપની દ્વારા સંચાલિત 100થી વધુ સ્ટોર્સ ઉપર તબક્કાવાર રીતે યોજાશે.
ઝોડિયાક સ્ટોર પાસે ત્રણ પ્રીમિયમ મેન્સવેર બ્રાન્ડ છે, જે ગ્રાહકની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ક્લાસિક થતાં કન્ટેમ્પરરી મેલ્સ કોર્પોરેટ વોડ્રોબ માટે ઝોડિયાક, ટ્રેન્ડી માટે ઝોડ ક્લબ વેર, કેઝ્યુઅલ વેર માટે ઝેડ3 રિલેક્સ્ડ લક્ઝરી તેમાં સામેલ છે. વીઆઇપી એક્સેસ માટે નોંધણી કરાવ્યાં બાદ આમંત્રણનો એક મેસેજ તથા સેલની તારીખ ગ્રાહકને અગાઉથી મોકલી આપવામાં આવશે.
ઝેડસીસીએલ વિશેઃ
ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ, ટ્રાન્સ-નેશનલ છે, જે ડિઝાઈન, ઉત્પાદન, વિતરણથી લઈને રિટેઇલ વેચાણ સુધીની સમગ્ર ક્લોથિંગ ચેઇનને નિયંત્રિત કરે છે. ભારતમાં ઉત્પાદન આધાર તથા સમગ્ર ભારત, યુકે, જર્મની અને યુએસએમાં સેલ્સ ઓફિસ સાથે ઝેડસીસીએલ પાસે લગભગ 2500 કર્મચારીઓ ધરાવે છે. કંપનીનો મુંબઈ કોર્પોરેટ ઓફિસમાં 5000 ચોરસ ફૂટનો ઈટાલિયન પ્રેરિત ડિઝાઈન સ્ટુડિયો કાર્યરત છે, જે એલઇઇડી ગોલ્ડ પ્રમાણિત બિલ્ડિંગ છે. સમગ્ર ભારતમાં 100 થી વધુ કંપની સંચાલિત સ્ટોર્સ, 1200 મલ્ટિ-બ્રાન્ડ રિટેલર્સ અને www.zodiaconline.com દ્વારા પ્રીમિયમ ભાવે બ્રાન્ડનું છૂટક વેચાણ થાય છે.