હાલના બજારમાં રિટેલ રોકાણકારો માટે ફ્લેક્સી કેપ ફંડ્સ સ્માર્ટ ચોઇસ બની શકે છે

સુરત : ભારતના શેરબજારમાં મોડેમોડેથી પણ રોમાંચક પાસાં ઊભરી રહ્યા છે.અસ્થિરતાને સૂચવતો ઈન્ડિયા વીઆઈએક્સ (વોલેટિલિટી ઇન્ડેક્સ) હાલ 15.47 છે (17 એપ્રિલ, 2025ના રોજ) જે દર્શાવે છે કે રોકાણકારો નજીકના ગાળામાં કિંમતોમાં નોંધપાત્ર ઉથલપાથલ જોઈ શકે છે.
એસેટ્સને રિલોકેટ કરવાની આ બિલ્ટ-ઇન ફ્લેક્સિબિલિટી બજારના ચોક્કસ સેગમેન્ટ્સ અંડરપર્ફોર્મ કરતા હોય ત્યારે પોર્ટફોલિયો સ્થિતિસ્થાપક રહેવામાં મદદ કરે છે. ટાટા ફ્લેક્સી કેપ ફંડે નાણાંકીય વર્ષ 2025માં સુરતથી રૂ. 320 કરોડનો ઇનફ્લો મેળવ્યો છે (સ્ત્રોતઃ ટાટા મ્યુચ્યુઅલ ફંડ ઇન્ટરનલ ડેટા). એકંદરે કેટેગરીની એસેટ અંડર મેનેજમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સના સ્તરેથી ફેબ્રુઆરી 2025માં રૂ. 4,06,429.75 કરોડથી વધીને માર્ચ 2025માં રૂ. 4,35,508.91 કરોડ થઈ છે જે માસિક 7 ટકાનો વધારો સૂચવે છે (સ્ત્રોતઃ એએમએફઆઈ).
ફ્લેક્સી કેપ ફંડ્સ એક આકર્ષક સોલ્યુશન્સ તરીકે ઊભરી રહ્યા છે. આ અનોખા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કોઈ જ નિયંત્રણ વિના લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરે છે. ફંડ મેનેજર્સ બજારના ચક્રો, મેક્રોઇકોનોમિક સંકેતો અને સેક્ટરની ગતિવિધિઓના આધારે એસેટ્સને ડાયનેમિકલી ફાળવી શકે છે. જ્યારે સ્થિરતાની જરૂર હોય ત્યારે તે લાર્જ કેપ તરફ વળી શકે છે. જ્યારે રિસ્ક-રિવાર્ડ સાનુકૂળ લાગે ત્યારે તેઓ વધુ વૃદ્ધિ આપતા મીડ અને સ્મોલ કેપ તરફ વળી શકે છે.
ટાટા એસેટ મેનેજમેન્ટના ફંડ મેનેજર તેજસ ગુટકાએ જણાવ્યું હતું કે અનિશ્ચિત બજારોમાં આગળ વધતા રિટેલ રોકાણકારો માટે ફ્લેક્સી કેપ ફંડ્સ ડાયવર્સિફિકેશન અને ચપળતાનું આકર્ષક મિશ્રણ આપી શકે છે. અનિશ્ચિતતાના સમયમાં ફ્લેક્સિબિલિટી એ સારો ગુણ જ નથી, તે એક વ્યૂહરચના પણ હોઈ શકે છે.