સુરત- ભારતની સૌથી મોટી વિન્ડો અને ડોર બ્રાન્ડ ફેનેસ્ટા કે જે તેના સેગમેન્ટમાં માર્કેટ લીડર પણ છે, એક નવા એક્સક્લુઝિવ શોરૂમ પ્રભુસુરત બિલ્ડવેર પ્રાઇવેટ લિમિટેડ- ઘોડદોડ રોડ, સુરત સ્થિત પ્રારંભ કર્યું છે. ફેનેસ્ટા શો રૂમ જે બેસ્ટ ઇન ક્લાસ એલ્યુમિનિયમ વિન્ડોઝ, ડોર અને વિવિધ ડિઝાઇન અને કલર સંભાવનાઓની પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરે છે. આ લોંચ સાથે હવે ફેનેસ્ટા 900થી વધુ સ્થળો ઉપર ઉપસ્થિતિ ધરાવે છે.
ભારતમાં ફેનેસ્ટા એકમાત્ર કંપની છે, જે યુપીવીસીના ઉત્પાદનથી લઇને, પ્રોફાઇલની રચના કરવી તથા અંતિમ પ્રોડક્ટના ઇન્સ્ટોલેશન અને આફ્ટર સેલ્સ સર્વિસ સુધીની સમગ્ર સપ્લાય ચેઇનને નિયંત્રિત કરે છે. પ્રોડક્ટ્સની શ્રેણી યુકે અને ઓસ્ટ્રેલિયામાં વિશેષરૂપે ડિઝાઇન કરાઇ છે, જે ગ્રાહકોને સારી રીતે એન્જિનિયર્ડ સમકાલીન સ્ટાઇલ આપે છે. ફેનેસ્ટાની પ્રોડક્ટ્સ સખત ટેસ્ટ અને ક્વોલિટી ચેકમાંથી પસાર થાય છે, જેથી ભારતની વિવિધ અને આકરી આબોહવામાં સારું પ્રદર્શન સુનિશ્ચિત કરી શકાય. ફેનેસ્ટાની પ્રોડક્ટ્સ તેના નોઇઝ ઇન્સ્યુલેટિંગ, રેઇન ઇન્સ્યુલેટિંગ, ડસ્ટ પ્રૂફ ફીચર્સ માટે દેશભરમાં અગ્રણી બિલ્ડર્સ, આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ વચ્ચે ખૂબજ લોકપ્રિય છે.
આ પ્રસંગે ફેનેસ્ટાના બિઝનેસ હેડ સાકેત જૈને કહ્યું હતું કે, દરેક નવો શોરૂમ ઉત્કૃષ્ટ સેવા પ્રત્યેની અમારી કટીબદ્ધતા તથા ગ્રાહકોએ અમારામાં મૂકેલા વિશ્વાસને પ્રદર્શિત કરે છે. આ કેન્દ્રો શોપિંગ ડેસ્ટિનેશનથી આગળ વધતાં ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરે છે, જ્યાં ગ્રાહકો અમારી બ્રાન્ડને એક્સપ્લોર કરીને તેની સાથે જોડાઇ શકે છે. . નવા પ્રદેશો અને વિશેષ કરીને ટિયર-4 શહેરોમાં વિસ્તરણ તથા વધુ પ્રોડક્ટ ઓફર કરતાં અમે સતત વૃદ્ધિની આશા રાખીએ છીએ.