બિઝનેસ

અદાણી શાંતિગ્રામની બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં વિશિષ્ટ વ્યવસાય ચેમ્બર ‘ધ ઇમ્પિરિયલ’ ખુલ્લી મૂકાઇ

અમદાવાદ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદની અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં ‘ધ ઇમ્પિરિયલ’ – ઓપ્યુલન્ટ બિઝનેસ ચેમ્બરના પ્રારંભ સાથે ગુજરાતને સાહસ અને સંસ્કૃતિના આદાન પ્રદાન માટે એક નવી વ્યવસ્થા પ્રાપ્ત થઇ છે.

પ્રતિષ્ઠિત જાણીતી વ્યવસાયિક હસ્તીઓ માટે એક ઇન્વિટેશન ઓનલી ચેમ્બર તરીકે તેની કલ્પના કરવામાં આવી છે. 10 વર્ષનું સભ્યપદ આપતી ઇમ્પિરિઅલ ચેમ્બર ક્યુરેટેડ ઇન્ડલ્જન્સ સાથે વ્યવસાયિકતાને ભેળવે છે. જેમાં ખાનગી લાેન્જ અને આધુનિક કોન્ફરન્સિગથી લઇ રહેવા માટે વિશેષાધિકારો, સ્પાના લાભો અને સાંસ્કૃતિક સલુન્સ અને વૈશ્વિક મંચની પહોંચની વ્યવસ્થા છે.

આ પ્રકારની સર્વ પ્રથમ સંસ્થા તરીકે પ્રસ્થાપિત ઇમ્પિરિયલ શાહી સમકાલીન વ્યવસાયિક જોડાણની જગ્યાઓ સાથે હેરિટેજ-પ્રેરિત આર્કિટેક્ચરને સાંકળે છે. એક સ્થળ બની રહેવા ઉપરાંત તેની એક હબ તરીકે કલ્પના કરવામાં આવી છે કે જ્યાં અગ્રણીઓ અને નવરચનાકારો મળીને ક્યુરેટેડ ફોરમ્સ, માસ્ટરક્લાસ અને સલોણી સાંસ્કૃતિક સંધ્યાઓના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન અને સહયોગ કરશે, આ ચેમ્બરના ઉદ્ઘાટન પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિઓ, સાંસ્કૃતિક વિરાસતના સમર્થકો અને વિશિષ્ટ સર્જનાત્મક હસ્તીઓ એક સાથે હાજર રહી હતી.

ઇમ્પિરિઅલ અલ્પોક્તિ લક્ઝરી સાથે પરિવર્તનશીલ હેતુનું પ્રતિનિધિત્વ કરેે છે ત્યારે સહયોગ, સંવાદ અને નેતૃત્વ માટે ભાવિ-તૈયાર જગ્યાનું નિર્માણ કરવા અને ગુજરાતના વેપાર અને બુધ્ધિમતાના વારસાના જીવંત આર્કાઇવ તેના મૂળમાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button