એન્ટરટેઇન્મેન્ટગુજરાત

અડગ મનના માનવીને, હિમાલય પણ નડતો નથી-કહેવતને સાર્થક કરતુ ગુજરાતી ચલચિત્ર “કનુભાઈ ધ ગ્રેટ”

૧૯૮૫ માં સુરત પર ફુટપાથ પર સુઈ રહેતા કનુભાઈ ટેલર કે જેઓ બંન્ને પગે ૧૦૦% દિવ્યાંગ છે. તેઓની ફુટપાથ પરથી પદ્મશ્રી એવોર્ડે સુધીની યાત્રા તેમજ રાષ્ટ્રપતિ ભવન જનારા સુરતનાં પ્રથમ દિવ્યાંગ વ્યકિત તરીકે રાષ્ટ્રીય સન્માન મેળવનાર, પદ્મશ્રી એવોર્ડી ડૉ.કનુભાઈ ટેલર નાં જીવન પર આધારીત વિશ્વની પહેલી ગુજરાતી ચલચિત્ર આવી રહી છે.

ડૉ.કનુભાઈ ટેલર સંપુર્ણ દિવ્યાંગ હોવા છતાં ૧૯૭૬ થી દિવ્યાંગો માટે કોલેજ ભણતા ભણતા દિવ્યાંગોનાં હિતાર્થ કાર્યો કર્યા છે. દિવ્યાંગતાને અભિશાપ માંથી ઈશ્વરનાં આશીર્વાદ ગણી દિવ્યાંગોનાં લાભાર્થ કાર્યો કર્યા જેમાં હડતાલનાં માદયમથી રાજયસરકાર સંચાલિત એસ.ટી. બસમાં દિવ્યાંગો માટે વિનામુલ્યે મુસાફરી તેમજ બસમાં આરક્ષીત બેઠક વ્યવસ્થા કરી આપી હતી.

આમ દિવ્યાંગોનાં જીવનમાં પ્રેરણા મળી રહે અને જીવવાનો આશાવાદ ચેતનવંતો બને તે દર્શાવતુ આ એક અદ્ભુત ચલચિત્ર પ્રોડયુસડ બાય રૂદ્ર મોશન ફીલ્મ્સ તથા વનરાજ સિસોદિયા ફીલ્મ્સ પ્રેઝન્ટ, દ્વારા ડૉ.કનુભાઈનાં જીવન પર આધારીત પ્રેરણાત્મક તથા ખુબજ મનોરંજક પરીવાર સાથે જોવાલાયક અદ્ભુત જીવનચરિત્ર ગુજરાતી ચલચિત્ર “કનુભાઈ – ધ ગ્રેટ’ બનાવ્યુ છે. ગુજરાતમાં દિવ્યાંગોને પ્રેરણા મળે અને લોકોને જાગૃત કરતુ આ ચલચિત્ર તા.૧૫/૧૨/૨૦૨૩ નાં રોજ પ્રસારીત થઈ રહયુ છે.

ડૉ. કનુભાઈ ટેલરના જીવનના સંઘર્ષની ગાથા ચલચિત્રના માદયમથી જગતમાં પ્રથમવાર આવી રહી છે. દિવ્યાંગ બાળકોની શાળામાં ભણતા દિવ્યાંગ બાળકો પણ ઉત્સાહભેર ભાગલઈ ને સમાજમાં પ્રેરણા આપનાર કારકીર્દી ઉભી કરે અને સમાજને નવી રાહ ચિધે તેવુ ચલચિત્ર પ્રસારીત થઈ રહ્ય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button