અમદાવાદઃ કેલોરેક્સ ગ્રૂપની ડિજિટલ લર્નિંગ પહેલ ઈકેલ એકેડેમી દ્વારા ઈકેલ યુનિફેર 2023 નામના વિદ્યાર્થીઓ અને વાલીઓને વિશ્વની અગ્રણી 28 યુનિવર્સિટીઝના પ્રતિનિધિઓ સાથે જોડતા વર્ચ્યુઅલ પ્લેટફોર્મનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને અમેરિકા, કેનેડા, આયર્લેન્ડ, જાપાન, યુએઈ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની યુનિવર્સિટીઓ સાથે વિગતવાર અને માહિતીસભર વાતચીતની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ હતી.
દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિશ્વભરની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સાથે લાઇવ ઓનલાઇન ઇન્ટરેક્ટિવ સેશનમાં ભાગ લીધો હતો અને ઉચ્ચ શિક્ષણના વિવિધ પાસાઓ વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમાં રહેવા-ખાવાના ખર્ચ અને જીવનશૈલીના ખર્ચથી માંડીને શૈક્ષણિક તકો, રહેવાના વિકલ્પો સહિતની જાણકારી ઉપરાંત દરેક દેશ અને તેની યુનિવર્સિટીઓની વિગતવાર સમજ આપવામાં આવી હતી.
ઈકેલ એકેડેમીના મુકેશ ગર્ગ, ડિજિટલ હેડએ જણાવ્યું હતું કે, ઈકેલ યુનિફેર 2023ને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી અમે અત્યંત રોમાંચિત છીએ. આ પહેલ, વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક યાત્રામાં સહાય મળે, તેઓ યોગ્ય લોકો સાથે જોડાય અને સાચી માહિતી સુધી પહોંચી શકે તે સુનિશ્ચિત બનાવવાના કેલોરેક્સના મિશન સાથે સુસંગત છે.
પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના પ્રવેશ અધિકારીઓએ કોલેજ એપ્લિકેશન પ્રક્રિયા અંગે મહત્ત્વની જાણકારી પૂરી પાડી હતી. તેમણે એપ્લિકેશન્સનું મૂલ્યાંકન કરતી વખતે સંસ્થાઓ કઈ કઈ બાબતો જુવે છે તે વિશે માહિત આપવા ઉપરાંત ટાળી શકાય તેવી સામાન્ય ભૂલો, અને કોઈ એપ્લિકેશનને અન્યો કરતાં કેવી રીતે વિશિષ્ટ બનાવવી તે અંગે પણ પ્રકાશ પાડ્યો હતો.
યુનિફેર 2023 એ કોલેજ પ્રવેશની જટિલ પ્રક્રિયાને સરળ બનાવી હતી. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને શોર્ટલિસ્ટ કરવી, કોલેજના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવી અને વિદ્યાર્થીઓની પસંદ કરેલી યુનિવર્સિટીઓમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે. તેમાં યુનિવર્સિટીના નિષ્ણાતો પાસેથી જ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, નાણાકીય સહાય, અભ્યાસક્રમની જરૂરિયાતો, જીવનનિર્વાહના ખર્ચ અને વિઝા પ્રક્રિયાઓ વિશેની યોગ્ય માહિતી મળી રહે તેવી સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ હતી
યુનિફેર 2023 એ વિદ્યાર્થીઓના સતત વ્યાવસાયિક વિકાસમાં સહાયરૂપ થવાના અને તેમને ગ્લોકલ અને આજીવન વિદ્યાર્થીના રૂપમાં તૈયાર કરવાના કેલોરેક્સના મિશનને સાકાર બનાવ્યું હતું.