એજ્યુકેશન

ડૉ.પ્રકાશચંદ્ર પટેલને સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કૉ-ઓર્ડીનેટર તરીકેનો અવોર્ડ પ્રાપ્ત થયો

સુરત :  રાજ્ય કક્ષાનાં રાષ્ટ્રીય સેવા યોજના એવોર્ડનું ગાંધીનગર ખાતે આયોજન આજ  ૦૭/૦૩/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગના કૉ-ઓર્ડીનેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગના કૉ-ઓર્ડીનેટરશ્રી ડૉ.પ્રકાશચંદ્ર પટેલ હાજર રહ્યા હતા એટલું જ નહિ પરંતુ તેઓને રાષ્ટ્રીય સેવા યોજના (NSS)માં સમગ્ર ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ કૉ-ઓર્ડીનેટર તરીકેનો અવોર્ડ ગુજરાત સરકારના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ના હસ્તે પ્રાપ્ત થયો છે.

ડૉ. પ્રકાશચંદ્ર દ્વારા ખુબ જ ઉલ્લેખનીય કાર્ય અને રાષ્ટ્રભક્તિ, સમાજ જાગરણ, યુવાજાગરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા બૌદ્ધિક, વાર્ષિક શિબિર વગેરે કાર્યક્રમો અને તેમની સક્રિયતાથી ખુબ સર્જનાત્મક કાર્ય કર્યુ છે તે કાર્યોને ધ્યાનમાં રાખીને આ અવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના  કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડા, કુલસચિવ ડૉ. રમેશદાન સી. ગઢવી તથા સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button