સુરત, 16 ડિસેમ્બર, 2024: ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં કેન્સરને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું પ્રમુખ કારણ છે, જેના પરિણામે નેશનલ કેન્સર રજિસ્ટ્રી રીપોર્ટ 2023 મુજબ, ફક્ત ગુજરાતમાં જ વર્ષ 2023માં ગર્ભાશયના મુખના કેન્સર સંબંધિત 17,000 કેસ અને 1,800 મૃત્યુ નોંધાયા હતા. સમગ્ર વિશ્વના મેડિકલ પ્રેક્ટિશનરોએ ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન પર ભાર મૂક્યો છે અને તેને અનુરૂપ રહીને ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (ડીએનએ વેલનેસ) આ સફળ નવીનીકરણ મારફતે સુરત અને દક્ષિણ ગુજરાતની લાખો સ્ત્રીઓનું સશક્તિકરણ કરશે.
ડીએનએ વેલનેસએ સોમવારના રોજ ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટેની એક સમર્પિત ટેસ્ટિંગ લેબોરેટરી ‘સર્વિશ્યોર’ લેબોરેટરીના લૉન્ચની સાથે ગુજરાતના માર્કેટમાં તેના વિસ્તરણની જાહેરાત કરી હતી. સર્વિશ્યોર લેબ ડીએનએ પ્લોઇડી ટેસ્ટની સેવા પૂરી પાડશે, જે કેનેડામાં આવેલ બ્રિટીશ કોલંબિયા કેન્સર રીસર્ચ એજન્સી દ્વારા વિકસાવવામાં આવેલું એક સફળ નૈદાનિક સાધન છે અને ડીએનએ વેલનેસે હાલમાં જ આ ટેસ્ટ હાથ ધરવાના વિશેષાધિકારો પ્રાપ્ત કર્યા છે. બ્રાન્ડનેમ ‘સર્વિશ્યોર’ તરીકે ઓળખાતો આ ટેસ્ટ ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન કરવા માટેની ઝડપી, સચોટ અને નોન-ઇન્વેસિવ પદ્ધતિ છે, જે પરંપરાગત રીતે ઉપલબ્ધ હોય તેવી કોઈ પણ પદ્ધતિઓ કરતાં બે વર્ષ વહેલું નિદાન કરી શકે છે.
આ નવી લૉન્ચ કરવામાં આવેલી લેબોરેટરી સુરતમાં એલ. પી. સવાણી રોડ પર આવેલા યુનિવર્સલ ટ્રેડ સેન્ટરમાં આવેલી છે. શહેરની મધ્યમાં આવેલી આ લેબોરેટરી અલ્ટ્રા-મોડર્ન ટેકનોલોજીથી સજ્જ છે, જે સર્વિશ્યોર ટેસ્ટ હાથ ધરવા માટે ખૂબ જ પાત્ર સ્ટાફના સભ્યો ધરાવે છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ બાદ દક્ષિણ ગુજરાતના પ્રદેશના દર્દીઓની જરૂરિયાત પૂરી કરવા માટે સુરત પર પસંદગી ઉતારવામાં આવી છે. આ લેબોરેટરી પ્રતિ દિન 200 ટેસ્ટ હાથ ધરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે, જે તેને મહિનામાં 5,000 ટેસ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે.
ગર્ભાશયના મુખના કેન્સરમાં મોટી સફળતા ગણાતો સર્વિશ્યોર ટેસ્ટ પરંપરાગત પદ્ધતિઓ કરતાં લગભગ બે વર્ષ પહેલાં કેન્સરગ્રસ્ત કોષોને ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે. આ ટેસ્ટ 100% ચોક્કસતા અને 98% સંવેદનશીલતાની સાથે વધુ સારી સચોટતા ધરાવે છે. 20થી 60 વર્ષની વયજૂથની સ્ત્રીઓ માટે ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી એક વખત ‘સર્વિશ્યોર’ ટેસ્ટ કરાવવાની ભલામણ કરવામાં આવે છે.
વિશેષ રીતે રચવામાં આવેલા નોન-ઇન્વેસિવ બ્રશનો ઉપયોગ કરીને ગર્ભાશયના મુખમાંથી શ્લેષ્મનો નમૂનો લેવામાં આવે છે. ત્યારબાદ આ નમૂના પર એઆઈથી સંચાલિત થતાં સોફ્ટવેર વડે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, જે ઊંચી સચોટતાની ખાતરી કરીને 5 કરોડથી વધારે દર્દીઓના ડેટાબેઝની સામે આ ટેસ્ટના પરિણામોને સરખાવે છે.
‘સર્વિશ્યોર’ના લૉન્ચ પર ટિપ્પણી કરતાં ડીએનએ વેલનેસના સહ-સ્થાપક પથિક ભંડારીએ જણાવ્યું હતું કે, ‘ડીએનએ પ્લોઇડી ટેસ્ટની વિશેષ ટેકનોલોજીને ભારતમાં લાવવી એ ભારતને ગર્ભાશયના મુખના કેન્સરથી મુક્ત કરવાના અમારા વિઝનને સાકાર કરવાની દિશામાં લેવામાં આવેલું પ્રથમ પગલું છે. આ ટેસ્ટ સ્ત્રીઓને વહેલા નિદાનની સુવિધા પૂરી પાડી સમગ્ર ભારતની મહિલાઓનું સશક્તિકરણ કરશે અને પ્રભાવિત થયેલા દર્દીઓના આ રોગમાંથી ઉગરવાના દરોને સુધારશે. ગુજરાતમાં અમારા હૉમ માર્કેટથી શરૂઆત કરીને અમે સમગ્ર ભારતમાં અમારી સમર્પિત લેબોરેટરીઓ સ્થાપવા માંગીએ છીએ, જે ‘સર્વિશ્યોર’ની વ્યાપક પહોંચની ખાતરી કરશે.’
આગળ જતાં, ડીએનએ વેલનેસની યોજના વર્ષ 2027 સુધીમાં તબક્કાવાર રીતે સમગ્ર ભારતમાં 100 જેટલી સમર્પિત સર્વિશ્યોર લેબોરેટરી સ્થાપવાની છે. આ ઉપરાંત, ડીએનએ પ્લોઇડી ટેસ્ટની પહોંચને વિસ્તારવા માટે તેની યોજના હોસ્પિટલો, ક્લિનિક્સ અને ડૉક્ટરોની સાથે સહયોગ સાધવાની પણ છે, જેથી કરીને તેને સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવી શકાય.
ગાયનેકોલોજિક ઓન્કોલોજિસ્ટ ડૉ. હિતેન્દ્ર આયરેએ જણાવ્યું હતું કે, ‘ગર્ભાશયના મુખનું કેન્સર ભારતીય સ્ત્રીઓમાં સૌથી વધુ પ્રવર્તમાન કેન્સરોમાંથી એક છે, તેમ છતાં તે સૌથી વધુ નિવારી શકાય તેવા કેન્સરોમાંથી પણ એક છે. જીવ બચાવવા માટે વહેલું નિદાન સૌથી મહત્ત્વપૂર્ણ છે અને સર્વિશ્યોરની પહેલના ભાગરૂપે ડીએનએ પ્લોઇડી ટેસ્ટની શરૂઆત એ આ દિશામાં ભરવામાં આવેલી હરણફાળ છે. અત્યંત ઊંચી સંવેદનશીલતા અને ચોક્કસતા ધરાવતા આ ટેસ્ટની મદદથી અમે કેન્સર પૂર્વેના ફેરફારોની જાણકારી ગર્ભાશયના મુખનું કેન્સર થાય તેના ઘણાં પહેલાં જ મેળવી શકીએ છીએ, જે સ્ત્રીઓને સમયસર હસ્તક્ષેપ કરવાની અને તેને નિવારવાની તક આપે છે.’ ’
ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને વધારનારા સર્વસામાન્ય પરિબળોમાં લાંબા સમયથી લાગેલા એચપીવીના ચેપનો સમાવેશ થાય છે, જે ચેપ ખાસ કરીને નબળા રોગપ્રતિકારક તંત્ર, મેદસ્વીતા, ધૂમ્રપાન, ગર્ભનિરોધક દવાઓના ઉપયોગ અને એકથી વધારે બાળકોને જન્મ આપવાને કારણે લાગે છે. આ બીમારીને વધુ સારી રીતે નિવારવા માટે તબીબી નિષ્ણાતો દ્રઢપણે એચપીવીની રસી લેવાની હિમાયત તો કરે છે પરંતુ તેની સાથે-સાથે દરેક સ્ત્રીએ નિયમિતપણે ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ કરાવવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. રસીકરણ ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને ચોક્કસપણે ઘટાડે છે પરંતુ તેનો અર્થ એ નથી કે મેડિકલ પ્રેક્ટિશનરો દ્વારા ભલામણ કરવામાં આવેલ નિયમિત તપાસ કરાવવાની જરૂરિયાત રહેતી નથી.
ડૉ. આયરેએ જણાવ્યું હતું કે, ‘આપણને ગર્ભાશયના મુખના કેન્સરોની ઘટનાઓમાં વધારો જોઇએ છીએ ત્યારે આ પ્રકારના નવીનીકરણો પરિણામોને સુધારવામાં ઘણાં મદદરૂપ થાય છે અને આપણને એવા ભવિષ્યની નજીક લઈ આવે છે, જેમાં કોઈ પણ સ્ત્રીએ આ બીમારીની તપાસ વગર રહેવું પડે નહીં.’
‘સર્વિશ્યોર’ વહેલીતકે અને પરંપરાગત પદ્ધતિઓ કરતાં વધુ સચોટ રીતે કેન્સર સંબંધિત ફેરફારોની જાણકારી મેળવી શકતો તપાસનો અત્યાધુનિક વિકલ્પ પૂરો પાડીને આ સમસ્યાને ઉકેલે છે. તપાસની પ્રવર્તમાન મિકેનિઝમો પીએપી સ્મીયર્સ (જે 40-55%ની વચ્ચેની સંવેદનશીલતા ધરાવે છે) અને એચપીવી ડીએનએ ટેસ્ટિંગને આવરી લે છે, જે ગર્ભાશયના મુખના કેન્સરના ઊંચા જોખમને સૂચવનાર એચપીવી ચેપના કેટલાક જ પ્રકારોની હાજરીની જાણકારી મેળવી શકે છે પરંતુ તે કેન્સરગ્રસ્ત કોષોની હાજરીની પુષ્ટી કરી શકતી નથી.