ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઠંડી સામે રક્ષણ માટે ધાબળાનું વિતરણ

સુરતઃ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ શાળામાં “ એહસાસ ” પ્રવૃત્તિ અંતર્ગત પ્રવૃતિ ઘરવિહોણા બાળકો તેમજ પરિવારના સભ્યોને ઠંડી સામે રક્ષણ મલે તે માટે સ્વેટર,તેમજ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.
આજે જ્યારે કેટલાક પરિવાર પાસે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે પૂરતા ગરમ કપડાં હોઈ છે તેમ છતાં ગણા પરિવાર દર વર્ષે પોતાના માટે સ્વેટર,જેકેટ, તેમજ નવા ગરમ વસ્ત્રો ખરીદતા હોય છે. ત્યારે સમાજમાં ગરીબવર્ગ તેમજ ફૂટપાટ પર વસવાટ કરતાં કેટલાક બાળકો અને વૃદ્ધો પાસે કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે પૂરતા ગરમ કપડાં હોતા નથી. અને કુદરતની આ પરિસ્થિતી સામે ઝજુમતા રહે છે.
ત્યારે સમાજના આ વર્ગને પૂરતી મદદ કરવી એ “સામાજિક અને પ્રાથમિક” ધર્મ માણી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિધ્યાર્થી મિત્રો અને શિક્ષકો ગણ દ્વારા “ એહસાસ ” પ્રવૃતિ નો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થી દ્વારા 300 થી વધુ ઘરવિહોણા બાળકો તેમજ પરિવારના સભ્યોને માટે સ્વેટર, તેમજ ધાબળા પોતાના ઘરે કરેલ બચત માથી ખરીદી કરી રાત્રિ દરમિયાન ગરીબવર્ગ તેમજ ફૂટપાટ પર વસવાટ કરતાં બાળકો અને વૃદ્ધોને વિતરણ કર્યું હતું. આ કાર્યમાં શાળાના શિક્ષકોની સાથે વાલી ગણ પણ જોડાયા હતા.
એહસાસ પ્રવૃતિનું પૂર્વ આયોજન અને માર્ગદર્શન શાળાના પ્રમુખ રામજીભાઈ માંગુકિયા દ્વારા આપવામાં આવ્યું હતું. જેને શાળા ના કેમ્પસ ડારેક્ટર આશિષ વાધાણી અને આચાર્ય ગણ તેમજ સમગ્ર ટીમ એ સંયુકત થઈ પાર પાડ્યું હતું.