ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાંસ્કૃતિક ઉત્સવ ની ઉજવણી કરાઈ
વિવિધ લોક નૃત્યો એ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા

સુરત: સાંસ્કૃતિક વારસાના જતાં માટે પ્રથમ પાયા નું ઘડતર સ્કૂલ થી જ થવું જોઈએ એવી પ્રથા ભારતમાં પ્રચલિત છે અને આ જ પ્રથા ને જીવંત રાખવા માટે સુરતની ટી એમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ સુંદર પ્રયત્નો કરી રહી છે.
હાલમાં જ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ જોડાયો હતો. વાતાવરણ ને સ્કૂલના છાત્રો એ પોતાના નૃત્યના તાલે એકદમ ખુશનુમા બનાવી દીધું હતું. જેમાં વિવિધ પ્રદેશ નૃત્ય કરી ને વિદ્યાર્થીઓએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેની સાથે વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સ્વાદિષ્ટ ભોજન અને સજાવટ એ સૌકોઈને એક અદકેરો આનંદ અપાવ્યો હતો.
વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન એ તેમનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધાર્યો:- કે. મેક્સવેલ મનોહર, ડાયરેક્ટર – પ્રિન્સિપાલ, ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ
આપની પરંપરાગત નૃત્ય શૈલી ને આજના સમય પ્રમાણે જીવંત રાખવાનું કામ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ કરી રહી છે. વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન એ સૌકોઈ ને તેમનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ બતાવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા દેશના સાંસ્કૃતિક વારસા ને જીવંત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આધુનિકતા ને પરંપરા સાથે જોડવાનો પ્રયત્ન કરાયો છે.



