રાંદેર ઝોનમાં “નિપુણ ભારત” અંતર્ગત સી.આર.સી કક્ષાની વાર્તાકથન–લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
સી.આર.સી 01, 03 અને 04 ની સ્પર્ધા જહાંગીરાબાદ સુરત ખાતે યોજાઈ
સુરતઃ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા માર્ગદર્શિત વાર્તાકથન અને વાર્તાલેખન સ્પર્ધા સી.આર.સી 01, 03 અને 04ની સંયુક્ત સ્પર્ધાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક – 338, જહાંગીરાબાદ – ઉગત ખાતે યોજવામાં આવી. ઉપરોક્ત સ્પર્ધાની શરૂઆત સર્વ ધર્મ પ્રાર્થનાના સમૂહગાન દ્વારા કરવામાં આવી.
સી.આર.સી. કો – ઓર્ડીનેટર ડોનિકા ટેલર દ્વારા સૌનું ઉષ્માભયુ સ્વાગત કરાવવામાં આવ્યું. અને સ્પર્ધાને સંબંધિત આનુષંગિક સુચનાઓ સી.આર.સી કો–ઓર્ડીનેટર શ્રી અમિતકુમાર ટેલર દ્વારા આપવામાં આવી અને વિવિધ સ્પર્ધાઓની કક્ષા અનુસાર વર્ગીકૃત કરવામાં આવ્યા.
જે અંતર્ગત વિભાગ 1.પ્રારંભિક વિભાગ ફાઉન્ડેશનલ સ્ટેજ બાલવાટિકા થી ધોરણ 2 વાર્તા કથન સ્પર્ધામાં કુલ – 20 કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિભાગ 2. પ્રાથમિક વિભાગ પ્રીપેરેટરી સ્ટેજ વાર્તા કથન સ્પર્ધા ધોરણ 3 થી 5માં કુલ 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિભાગ 3 ઉચ્ચ પ્રાથમિક વિભાગ મિડલ સ્ટેજ ધોરણ 6 થી 8માં કુલ 20 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
ઉપરોક્ત સ્પર્ધાને સફળ બનાવવા સી.આર.સી કો ઓર્ડીનેટર અમિતભાઈ ટેલર અને સી.આર.સી કોર્ડીનેટર ડોનિકા ટેલરના સુચારુ માર્ગદર્શન અને સંચાલન પ્રાપ્ત થયું હતું. ઉપરોક્ત વાર્તા કથન અને લેખન સ્પર્ધાની-તમામ આનુષંગિક વ્યવસ્થા અને સેવાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ક્રમાંક : 338 ના મુખ્યશિક્ષક શ્રી અંશુમનભાઈ દેસાઈ દ્વારા પૂરી પાડવામાં આવેલી હતી.
ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ 60 થી વધુ બાળકો, માર્ગદર્શક શિક્ષક મિત્રો અને નિર્ણાયક મિત્રો માટે અલ્પાહારની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી. તમામ સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અંતે આ સ્પર્ધાની સુખદ સ્મૃતિઓ કેમેરામાં કંડારી સૌ છૂટા પડ્યા.