જેમ્સ એન્ડ જવેલરી કોલેજના 100 વિધાર્થીઓનો દિક્ષાન્ત સમારોહ યોજાયો
સુરત: નવી જનરેશન માટે ડાયમંડ અને જવેલરી ક્ષેત્રમાં કારકિર્દી ઘડતી શહેરની એકમાત્ર ISGJ ધ જેમ્સ એન્ડ જવેલરી કોલેજના વર્ષ 2021-22 ના પાસ આઉટ થયેલા 100 જેટલા વિધાર્થીઓને વિવિધ ડિગ્રી એનાયત કરવા દિક્ષાન્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા- 21મી મેં શનિવારે સવારે 11 કલાકે હોટેલ પાર્ક ઇનમાં યોજાયેલા આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, GJEPC ના રિજિનલ ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડીયા અને હરિકૃષ્ણ એક્સપોર્ટના CEO પિન્ટુભાઈ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોને હસ્તે ડિગ્રી મેળવનાર 100 જેટલા વિધાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી.
સમારોહ અંગે કોલેજના ચેરમેન કલ્પેશભાઇ દેસાઇએ જણાવ્યુ કે વર્ષ 2021-22 માં કોલેજમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓએ ડિગ્રી હાંસલ કરી છે. જેમાં પ્રોજેકટમાં 40, ડિપ્લોમા ઇન જવેલરી ડિઝાઇનરમાં 30 ડિપ્લોમા ડાયમંડમાં 20 અને જેમ્સ એન્ડ જવેલરી ગ્રેજ્યુએશન માં 10 વિધાર્થીઓના સમાવેશ થાય છે. આ તમામનું પદવી આપી સન્માનિત કરાયુ હતું.
આ અવસરે વધુમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને માર્કેટીંગ, બ્રાન્ડિંગ અને ફ્યુચર વિશે માહિતી આપી હતી. કોલેજમાં 50% વિદ્યાર્થીઓ ગુજરાતના અને 50% વિદ્યાર્થીઓ દેશભરના અન્ય રાજ્યોના છે. આ કોલેજમાંથી ડિગ્રી મેળવનારા જવેલરી, ગોલ્ડ, ડાયમંડ, ઇ-કોમર્સ વગેરેમાં ચમકદાર કારકિર્દી બનાવે છે. નોંધનીય છે કે આ ISGJ કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ(3 વર્ષ), માસ્ટર પ્રોગ્રામ(2 વર્ષ) અને ગ્રેજ્યુએટ પ્રોગ્રામ(1-1 વર્ષ)ના કાર્યરત છે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ અવસરે જણાવ્યું હતું કે એમ જોઈએ તો ડાયમન્ડ અને જવેલરી પારંપરિક બિઝનેસ છે.. એક પછી એક પેઢી એમા જોડાતી જતી હોય છે . થોડા વર્ષો અગાઉ યુથ આ બિઝનેસમાં જોડાવા માગતા ન હતા પણ હવે ફરી સિનારિયો બદલાયો છે. યુથ ફરી આ બંને બિઝનેસમાં જોડાવા ઉત્સાહિત છે. જવેલરીની અંદર જેની પાસે આર્ટ છે, સ્કિલ છે અને જે મહેનતુ છે એમના માટે અહીં ખૂબ સ્કોપ છે. આને માત્ર ફેશન સ્ટેટમેન્ટ માટે નહીં પણ કરીઅર માટે અપનાવો.
જવેલરી માટે તેમણે વિદ્યાર્થીઓને સૂચન કરતા કહ્યું કેઆ ડિગ્રી મેળવીને તમે ખુદ પોતાના માટે પ્રાઉડ ફિલ કરશો. પણ તમને અપીલ છે કે જે લોકો મશીનરી કે કોઈ ટેકનોલોજી વિના જવેલરી ડિઝાઈન કરે છે એમની ચોક્કસ મુલાકાત કરજો એ અનુભવ તમને ઘણો કામ લાગશે. આ સિવાય માનનીય ગૃહમંત્રીએ વિધાર્થીઓને તમારા ફિલ્ડમાં શું શું નવું છે આમા ગવર્મેન્ટ કઈ રીતે હેલ્પફુલ થઇ શકે એ જાણકારી રાખવાની પણ હિમાક્ત કરી હતી અને અંતમાં સૌને મેળવેલી ડિગ્રી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.