સીડીએસએલ આઇપીએફએ રોકાણ જાગૃતિ કાર્યક્રમ યોજીને મહિલાઓને આત્મનિર્ભર નિવેશક બનવા સશક્ત કર્યાં

સુરત: સીડીએસએલ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (સીડીએસએલ આઇપીએફ) દ્વારા રાજકોટ, જામનગર અને મોરબીમાં વિવિધ સંસ્થાનોમાં મહિલા રિટેઇલ રોકાણકારો માટે રોકાણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ નાણાકીય સાક્ષરતામાં સુધારો કરવા અને મહિલાઓને માહિતીસભર રોકાણના યોગ્ય નિર્ણયો કરવા સશક્ત કરવા ઉપર કેન્દ્રિત હતો, જે તેમને આર્થિક સ્વતંત્રતા તરફ દોરી જશે. આ સત્રમાં રોકાણના મુખ્ય સિદ્ધાંતો ઉપરાંત વક્તાઓએ રોકાણના ખ્યાલને સરળ બનાવીને પ્રસ્તુત કર્યાં હતાં. આ પહેલથી વ્યાપક સહભાગીઓને આવરી લેવા પ્રોગ્રામ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં યોજાયો હતો.
મૂડી બજારમાં નાણાકીય સમાવેશીકરણ હાંસલ કરવામાં રોકાણકારોનું શિક્ષણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે તથા સીડીએસએલ આઇપીએફનો ઉદ્દેશ્ય આત્મવિશ્વાસ સાથે મૂડી બજારોની જટિલતામાંથી આગળ વધવા માટે રોકાણકારોને જ્ઞાન અને કુશળતા પ્રદાન કરવાનો અને #આત્મનિર્ભરનિવેશકબનાવવાનો છે.
નાણાકીય સાક્ષરતાનો પ્રસાર કરવા માટે કટીબદ્ધ સીડીએસએલ આઇપીએફ આ વર્ષે ગુજરાત અને સમગ્ર ભારતમાં વધુ રોકાણકાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરતું રહેશે.