કેશ ફ્રી પેમેન્ટ્સે સુરતમાં અફિલિયેટ પાર્ટનર પ્રોગ્રામ લોન્ચ કર્યો
સુરત જેવા શહેરોમાં સરળ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ માટે ની માંગમાં તીવ્ર વધારો થયો છે
સુરત, ભારતની અગ્રણી પેમેન્ટ્સ અને એપીઆઈ બેંકિંગ પ્લેટ ફોર્મ કેશ ફ્રી પેમેન્ટ્સે સુરતમાં એક કાર્યક્રમમાં તેના અફિલિયેટ પાર્ટનર પ્રોગ્રામના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આ નવું પ્લેટફોર્મ ફ્રી લાન્સર્સ, વેબ ડેવલપમેન્ટ એજન્સીઓ, માર્કેટિંગ કંપનીઓ, સ્ટાર્ટ અપ એક્સીલરેટર્સ, ઇન્ફ્લુએન્સર્સ અને અન્યોને કંપનીઓ સાથે સહયોગ સાધવા તથા વ્યવસાયોને ઓનલાઇન વિકાસ સાધવામાં મદદ કરવા માટે પેમેન્ટ ગેટવે સોલ્યુશન્સ રેફર કરીને આવક વધારવા માટે આકર્ષક તકો પૂરી પાડે છે.પાર્ટનર્સ રેફર કરેલા મર્ચન્ટ્સ દ્વારા કરાયેલા દરેક વ્યવહાર પર પ્રભાવશાળી 0.25%* કમિશન મેળવી શકે છે, જે ઉદ્યોગમાં સૌથી વધુ છે અને આ પ્રોગ્રામ ને ખૂબ લાભદાયી અને પ્રભાવશાળી બનાવે છે.
જ્યાં સુરત જેવા શહેરોમાં સરળ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ માટે ની માંગમાં તીવ્ર વધારો થયો છે. એકલા સુરતમાં 40,000 થી વધુ એમએસએમઇ અને કંપનીઓ ની વધતી જતી સંખ્યા છે, આ પ્રોગ્રામ ઉદ્યોગ અગ્રણી કમિશન દરો, ઝંઝટ મુક્ત માસિક ચૂકવણી અને કેશ ફ્રી અફિલિયેટ્સ માટે ઝડપી, સરળ અને મફત સાઇન-અપ પ્રોસેસ પૂરી પાડે છે. તેઓ સાહજિક ડેશ બોર્ડથી પણ લાભ મેળવશે જે રેફરલ્સ, કમિશન અને ઉપલબ્ધ સંસાધનોનું રીઅલ-ટાઇમ ટ્રેકિંગ પ્રદાન કરે છે.
કેશ ફ્રી સાથે ભાગીદારી થી આ વ્યક્તિઓ અને સંસ્થાઓને વ્યવસાયોને સંપૂર્ણ, સુરક્ષિત અને વિશેષતા થી ભરપૂર પેમેન્ટ સોલ્યુશન ઓફર કરી શકાશે. કેશ ફ્રી ના પેમેન્ટ સોલ્યુશન્સ તેના વન-ક્લિક ચેક આઉટ (ઓસીસી),ફ્લો વાઇઝ અને 24/7 પેમેન્ટસ પોર્ટ દ્વારા ડિજિટલ પેમેન્ટના તમામ પાસાં ને આવરી લે છે.