સુરત – ભારતમાં યુવાનોમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (સીવીડી) એટલે કે હૃદયરોગની બીમારીના કિસ્સા તાજેતરના વર્ષોમાં ચિંતાજનક સ્તરે વધ્યા છે. ‘The Burgeoning Cardiovascular Disease Epidemic in Indians’ શીર્ષક હેઠળના ધ લેન્સેટના તાજેતરના રિપોર્ટમાં જણાવાયું છે કે વૈશ્વિક સરેરાશ કરતા ભારતમાં સીવીડીનો બોજ નોંધપાત્ર રીતે ખૂબ જ ઊંચો છે. અહીં દર 1,00,000 લોકોએ ઉંમર મુજબનો સ્ટાન્ડર્ડાઇઝ મૃત્યુ દર 282 છે જે દર 1,00,000 લોકોએ 233 જણાંની વૈશ્વિક સરેરાશ કરતા ઘણો વધુ છે.
કેર હેલ્થ ઇન્શ્યોરન્સની વિવિધ નવીનતમ ઓફરિંગ્સ હૃદયની બીમારીઓ સહિતના રોગો માટે વ્યાપક કવરેજ પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવી છે. કેર હાર્ટ એ પહેલેથી હૃદયની તકલીફો ધરાવતા લોકો માટે ખાસ તૈયાર કરેલો હૃદય સંબંધિત હેલ્થ ઇન્શ્યોરન્સ છે. આ પ્લાન જેમાં નિયમિત હૃદયના ચેકઅપ – તે 30 દિવસના પ્રી-હોસ્પિટલાઇઝેશન અને 60 દિવસના પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન કેર સહિતના હોસ્પિટલાઇઝેશનના ખર્ચને પણ આવરી લે છે. આ ઉપરાંત તે ડોમિસિલિયરી હોસ્પિટલાઇઝેશન માટે કવરેજ આપે છે જે ઓટોમેટિક રિચાર્જ બેનિફિટ, નો-ક્લેઇમ બોનસ અને આયુષ હેઠળ વૈકલ્પિક સારવારને પણ કવર કરે છે.
કેર હેલ્થ ઇન્શ્યોરન્સના ડિસ્ટ્રીબ્યુશન હેડ શ્રી અજય શાહે જણાવ્યું હતું કે “અગાઉ મોટી ઉંમરના લોકો સાથે ખાસ જોડાયેલી રહેતી હૃદયની આ બીમારીઓ હવે ચિંતાજનક દરે યુવાનોને અસર કરી રહી છે. બેઠાડુ જીવનશૈલી, નબળી આહારની આદતો, તણાવ અને આનુવંશિક વલણો આમાં મુખ્ય ભાગ ભજવે છે. કારણ ગમે તે હોય, એક વાત સ્પષ્ટ છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ અણધારી તબીબી કટોકટીની નાણાંકીય સમસ્યાને દૂર કરવા માટે હવે પહેલા કરતા વધુ જરૂરી છે.