બર્ન ટોસ્ટે તેના સૌ પ્રથમ સ્ટોર પ્રારંભ સાથે સુરતમાં પ્રવેશ કર્યો

સુરત,–ટ્રેન્ટ લિમિટેડના યુવાનો ને કેન્દ્રમાં રાખતા નવા ફેશનલેબલ બર્ન ટોસ્ટે (Burnt Toast) સુરતમાં તેના સૌ પ્રથમ સ્ટોરના પ્રારંભ સાથે ગુજરાતમાં સત્તાવાર પણે પ્રવેશ કર્યો છે. યુનિટી કોર્નર, સિટીલાઇટ ખાતે આવેલો આ સ્ટોર શહેરના વાઇબ્રન્ટ ગ્રાહકો માટે યુવા અને આનંદસભર વસ્ત્રો પૂરા પાડીને કિફાયતી ફેશનને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે.
સુરતના સિટીલાઇટ વિસ્તારના આ નવો સ્ટોર હાઇ-એનર્જી રિટેલ અનુભવ પૂરો પાડે છે. વિવિધ રેન્જના વસ્ત્રો અને એસેસરીઝ પૂરા પાડવા સાથે બર્ન ટોસ્ટ સુરતના યુવાનોને પર્સનલ સ્ટાઇલ અપનાવવા અને તેમના પોતાના ટ્રેન્ડ્સસેટ કરવા માટે આમંત્રિત કરે છે. બર્ન ટોસ્ટ કાળજી પૂર્વક તૈયાર કરેલા ટ્રેન્ડને અનુસરતા કિફાયતી પીસ સાથે વિવિધ પ્રકારની પસંદગીઓ અને બજેટ મુજબ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. ખૂબ જ આરામ, ટ્રેન્ડીસિ લુએટ્સ અને નવી સુંદરતા સાથે, આ કલેક્શન આજના યુવાનોની વૈશ્વિક આકાંક્ષાઓને રજૂ કરે છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ અને દરેક સ્ટાઇલ માટે અહીં કંઈક ને કંઈક છે. બેસ્ટ સેલિંગ સ્ટાઇલના ક્યુરેટેડ કેપ્સ્યુલ્સથી લઈ ને ડાયનેમિક સિઝનલક લેક્શન્સ સુધી, યુવા સંસ્કૃતિની સમજવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ટ્રેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પી. વેંકટે સાલુએ જણાવ્યું હતું કે સુરત એવું શહેર છે જે પરંપરાને આધુનિક, નવી ફેશન માટેની સતત વધી રહેલી ભૂખની સાથે સુંદર રીતે ભેળવે છે. અમે યુવા અને અભિવ્યક્તિ પૂર્ણ લોકોના શહેરમાં બર્ન ટોસ્ટને રજૂ કરતા રોમાંચિત છીએ.