ગુજરાતસુરત

ફળોના રાજા કેરીનું સુરત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બમ્પર ઉત્પાદન

સુરત જિલ્લામાં ૨૦૨૨-૨૩ના વર્ષ દરમિયાન ૯૮૬૫ હેક્ટરમાં ૫૦૫૧૨ મેટ્રિક ટન જેટલું માતબર કેરીનું ઉત્પાદન નોંધાયું

સુરતઃ કેરીનો ઈતિહાસ ૫૦૦૦ વર્ષથી પણ પુરાણો છે. ફળોના રાજા કેરીનું આ વર્ષે સમગ્ર ગુજરાતમાં બમ્પર ઉત્પાદન થયું હતું. સુરત જિલ્લામાં પણ કેરીનું માતબર ઉત્પાદન થાય છે. આ વર્ષે ચોમાસુ તેના નિર્ધારિત સમય કરતા મોડું બેસતા કેરીના રસિયાઓએ મન
મૂકીને કેરીનો સ્વાદ માણ્યો હતો. ખાસ કરીને કેસર અને રાજાપૂરી ખાવાનું ચલણ વધુ છે. કેરીના રસિયાઓ અન્ય કેરીઓ પણ ખાવાનું ચૂકતા નથી. ખાસ કરીને વલસાડની હાફુસ તથા નવસારીની કેસર કેરીનું પણ શહેરમાં મોટાપાયે વેચાણ થાય છે.
નાયબ બાગાયત નિયામકશ્રી ડી.કે.પડાલિયાએ ૨૦૨૨-૨૩ના વર્ષમાં કેરીના ઉત્પાદનની વિગતો આપતા જણાવ્યું હતુ કે, સમગ્ર સુરત જિલ્લામાં ૯૮૬૫ હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થાય છે જેમાંથી આ વર્ષે ૫૦૫૧૨ મેટ્રિક ટન જેટલું કેરીનું માતબર ઉત્પાદન
થયું હતું અને દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓમાં ૩૩,૮૫૫ હેક્ટરમાં ૧,૪૬,૯૩૨ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જેમાં વલસાડ જિલ્લો ૩૭,૨૯૫ હેક્ટરમાં ૧,૭૯,૨૫૧ મેટ્રિક ટન સાથે કેરી ઉત્પાદનમાં મોખરે રહ્યો છે.

સુરત જિલ્લામાં સૌથી વધુ મહુવા તાલુકામાં કેરીનું વાવેતર ૫૪૫૫ હેકટરમાં થયું છે અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન ૨૭૮૫૧ મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું. ત્યારબાદ કામરેજ તાલુકામાં ૧૦૨૯ હેકટરમાં ૫૨૬૮ મેટ્રીક ટન, પલસાણામાં ૬૯૦ હેકટરમાં ૩૪૯૮ મે.ટન, બારડોલી તાલુકામાં ૬૯૨ હેકટરમાં ૩૫૨૨ મે.ટન, માંગરોળમાં ૩૪૯ હેકટરમાં ૧૭૭૬ મે. ટન, માંડવીમાં ૫૭૮ હેકટરમાં ૧૭૭૬ મે.ટન, ઓલપાડ તાલુકામાં ૫૪૫ હેકટરમાં ૨૯૯૮ મે.ટન, ચોર્યાસીમાં ૩૫૯ હેકટરમાં ૧૮૨૪ મે.ટન કેરીનું ઉત્પાદન થયું હતું.
જિલ્લામાં કેરીની મુખ્યત્વે ૨૫ થી ૩૦ વિવિધ જાતનુ ઉત્પાદન થાય છે. જેમાં ૭૦ ટકા જેટલા વિસ્તારમાં કેસરી કેરી તથા ૩૦% વિસ્તારમાં અન્ય જાતો જેવીકે રાજાપુરી, લંગડો, તોતાપુરી, દશેરી, અમ્રપાલી, વનરાજ, હાફુસ, કારણજિયો, દાડમીયો, સોનપરીનું પણ
ઉત્પાદન થાય છે.

જિલ્લામાં આવેલ મૂલ્યવર્ધન કરતી ખાનગી અને સહકારી ક્ષેત્રની ફેક્ટરીઓ દ્વારા કેરીની વિવિધ બનાવટો જેવી કે રસના ડબ્બા, બોટલ પેકીંગ અને કેરીના અથાણા તથા જ્યુસ બનાવી તેનો યોગ્ય રીતે સંગ્રહ કરી ફેકટરીઓ અને મંડળીઓ દ્વારા વર્ષભર તેનું સારા
ભાવે વેચાણ કરવામાં આવે છે. જેમાં નવસારી ખાતે આવેલ પેક્શન ફૂડ, ગણદેવીની અમીધારા કો ઓપરેટિવ, વાંસદાની વસુંધરા મંડળી (વૃંદાવન બ્રાન્ડ – બાયફ ) લાછાકડી, વલસાડની ફૂડ એન્ડ ઈન્સ, સુરત એ. પી. એમ. સી. તથા સુમુલ ડેરી દ્વારા પણ રસનું પેકેજીગ કરીને સ્થાનિક તથા વિદેશના બજારોમાં વેચાણ કરવામાં આવે છે.

વધુમાં નાયબ બાગાયત નિયામક-સુરત જણાવે છે કે, પરંપરાગત ખેતી પાકો જેવા કે ડાંગર, શેરડી વગેરે પાકોમાં શ્રમિકોની અછત અને વધતા જતા મજુરી ખર્ચ અને ઓછા વળતરને કારણે ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક આપતા આંબાના પાકની ખેતી તરફ વળી રહ્યા છે. ખેડૂતો કેરીના બગીચાઓનું સંવર્ધન અને ઉછેરની કાળજીની સાથે નવી સિઝનમાં સેન્દ્રિય ખાતરના ઉપયોગ કરી કેરીનો સારો પાક લઇ શકે છે. દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો કેરી ઉત્પાદનમાં મોખરે: દર વર્ષે ૩૭,૨૯૫ હેક્ટરમાં ૧,૭૯,૨૫૧ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન કરે છે

કેરીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિશેષત: રાજ્યની કેસર, હાફુસ અને રાજાપુરી કેરી તેના સ્વાદ, સુગંધ માટે વિશ્વવિખ્યાત છે. ૨૦૦૧માં નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર પરીયા દ્વારા સંશોધિત અને સંવર્ધિત ‘સોનપરી’
કેરીની વિદેશમાં માંગ વધી રહી છે. હાફુસ અને બનેસાન કેરીનું ક્રોસ બ્રિડીંગ કરીને  સોનપરી કેરીની નવી જાતનું સંશોધન થયું છે.
સરકાર દ્વારા ફળપાક ઉત્પાદકતા વધારવા વિવિધ સહાય મળવાપાત્ર છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button