એજ્યુકેશન

આર્ટીફીસીયલ ઈન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ(ML), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ(IOT), સાયબર સિક્યુરિટી, ગ્રીન ટેક્નોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક

શ્રી સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શ્રી ધન્વંતરી કેમ્પસ, કીમ ખાતે શ્રી ધન્વંતરી ફાર્મસી કોલેજ, શ્રી ધન્વંતરી કોલેજ ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેક્નોલોજી, શ્રી ધન્વંતરી ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ રીબોઝોમ રિસર્ચ સેન્ટર લિમિટેડ સફળતાપૂર્વક કાર્યરત છે. જે પૈકી AICTE, New Delhi તેમજ GTU, Ahmedabad દ્વારા માન્યતા પ્રાપ્ત એવી શ્રી ધન્વંતરી કોલેજ ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેક્નોલોજી એ વર્ષ 2013 થી અત્યાર સુધીમાં પુષ્કળ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

હંમેશા પરિણામ માં અવ્વલ રહેતી આ કોલેજ દ્વારા તાજેતર માં GTU દ્વારા જાહેર કરાયેલ શિયાળુ સત્ર સેમેસ્ટર -3 ના પરિણામ માં સમગ્ર દક્ષિણ ગુજરાતની કોલેજો માં ચોથો તેમજ સેમેસ્ટર -5 માં પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
પરીક્ષાલક્ષી થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થી તકનીકી તેમજ અન્ય ક્ષેત્રે વધુ સક્ષમ થાય તેને ધ્યાન માં રાખી કોલેજ દ્વારા સમયાંતરે ઈન્ડસ્ટ્રી વિઝીટ, એક્સપર્ટ લેક્ચર, ટેક્નિકલ ઈવેન્ટ્સ, કલચરલ ઈવેન્ટ્સ, સ્પોર્ટ્સ વીક, વિદ્યાર્થિનીઓ માટે સેફટી સેમિનાર વગેરે જેવા મોટી સંખ્યા માં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

કોલેજના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને નોકરીની ઉજ્વળ તક મળતી રહે તેને અનુસંધાન માં 50 કરતા પણ વધુ કંપનીઓ સાથે MOU સાઈન કરેલ છે જે અનુસંધાન માં Live Project Training, Soft Skill Development, Effective English Communication નું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે દર વર્ષે વિદ્યાર્થીઓનું 100 % પ્લેસમેન્ટ થાય છે .

આવનાર સમયમાં IT ક્ષેત્રે હરણફાળ ક્રાંતિ થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ આ શાખામાં ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે અનુસંધાને કોલેજ દ્વારા વર્ષ 2021-22 થી UG પ્રોગ્રામ જેવા કે Chemical Engineering (Green Technology & Sustainability Engineering), Computer Science & Engineering (Artificial Intelligence & Machine Learning) અને Computer Science & Engineering (Internet of Things and Cyber Security including Block Chain Technology) શરુ કરવામાં આવ્યા છે. જેથી આ શાખાઓમાં વિદ્યાર્થીઓ સફળતા પૂર્વક અભ્યાસ કરી આવનારા ભવિષ્ય માં સફળતાના શિર સર કરી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button