અદાણી ફાઉન્ડેશન હંમેશા આફત સમયે લોકોની સહાય માટે અડીખમ ઉભું રહે છે. ગુજરાતમાં બે દિવસથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે નર્મદામાં જળપ્રલય જેવી પરિસ્થિતી સર્જાઈ છે. જિલ્લાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ જવાથી સ્થાનિકોને સુરક્ષિત સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. તેવામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા આશ્રયગૃહોમાં ખસેડાયેલા અસરગ્રસ્તોને નિ:શુલ્ક ફૂડ પેકેટ્સનું વિતરણ તેમજ સવાર-સાંજ ભોજન પ્રદાન કરાવવામાં આવી રહ્યું છે.
નર્મદાના ગરૂડેશ્વર બ્લોકમાં આવેલા પાંચ ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા 1200થી વધુ ફૂડ પેકેટ્સ અને અસરગ્રસ્તોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ પાંચેય ગામોના રહેણાંક વિસ્તારોમાં ઘરો જળમગ્ન થયા હાવાથી તેઓ ભોજનનો પ્રબંધ કરી શકતા નથી. તેવામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા તેમને નિ:શુલ્ક બે ટંક ભોજન સહિત અલ્પાહારની વ્યવસ્થા કરાવવામાં આવી છે. એટલું જ નહી, અદાણી ફાઉન્ડેશનની ટીમ લોકોને સ્વબચાવ માટે સાવચેત રહેવામાં મદદ કરી રહી છે.
આફત સમયે કરવામાં આવી રહેલી મદદથી અસરગ્રસ્તોએ ફાઉન્ડેશનની ટીમનો ખૂબ-ખૂબ આભાર માન્યો હતો.