ભાજપ છોડનાર સ્વામી પ્રસાદ મૌર્ય સામે ધરપકડ વોરંટ જારી
સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ સાત વર્ષ પહેલા ધાર્મિક લાગણી ભડકાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા યોગી સરકારમાં કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપનાર સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું છે. વાસ્તવમાં આ એક જૂનો કેસ છે, જેમાં MPML કોર્ટે તેને 24 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપતા વોરંટ જાહેર કર્યું છે.
તમને જણાવી દઈએ કે જ્યારે તેઓ BSPમાં હતા ત્યારે તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ કેસમાં સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ સાત વર્ષ પહેલા ધાર્મિક લાગણી ભડકાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. 403 બેઠકો ધરાવતી 18મી વિધાનસભા માટે 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે. યુપીમાં સાત તબક્કામાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે.