બિઝનેસ

અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ) એ વૈશ્વિક 420 મિલિયન અને ઘરેલું 408 મિલિયન મેટ્રીક ટનથી વધુ કાર્ગોનું પરિવહન કર્યું

આઠ પોર્ટ્સના પોર્ટફોલિયોના 84% વોલ્યુમ દ્વારા વૃધ્ધિ ડબલ ડિજિટએ પહોંચી

અમદાવાદ: ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ (APSEZ) એ તેના સંચાલન હસ્તકના આંતરરાષ્ટ્રીય બંદરો સહિત નાણાકીય વર્ષ-૨૪ માં વાર્ષિક ધોરણે 24%ની વૃધ્ધિ સાથે 420 MMT કાર્ગોનું સંચાલન કર્યું છે, જેમાં ઘરઆંગણાના બંદરોના 408 MMT કાર્ગોના સંચાલનના  યોગદાનનો સમાવેશ થાય છે. તેણે આંતરરાષ્ટ્રીય બંદરો સહિતના તેના સંચાલન હસ્તકના બંદરોના કાફલાએ માર્ચ 2024માં તેના અત્યાર સુધીના સૌથી વધુ માસિક 38 MMTથી વધુ કાર્ગોના જથ્થાનું પણ સંચાલન કર્યું છે. કંપનીના સંચાલન હસ્તકના દેશના દસ બંદરો અને ટર્મિનલ્સે વિક્રમજનક કાર્ગો વોલ્યુમનું પરિવહન કર્યું છે:. તદનુસાર મુંદ્રા 180  તુણા 10, હજીરા 26, મોર્મુગાઓ 5, કરાઈકલ 12, એન્નોર 13, કટ્ટુપલ્લી 12, કૃષ્ણપટ્ટનમ 59, ગંગાવરમ 37  અને ધામરા બંદરોએ 43 MMT કાર્ગોનું સંચાલન કર્યું છે.

નાણાકીય વર્ષ-24 દરમિયાન તમામ ભારતીય કાર્ગો વોલ્યુમના ચોથા ભાગથી વધુ કાર્ગો APSEZ હસ્તકના બંદરો દ્વારા રૂટ કરવામાં આવ્યો હતો. APSEZનું આ ગણનાપાત્ર યોગદાન ભારતની વિકાસ યાત્રાને વેગવાન બનાવવામાં તેની સક્રિય ભૂમિકાને રેખાંકિત કરવા સાથે. તે ભારતના સૌથી મોટા પોર્ટ ઓપરેટરેએ નાણાકીય વર્ષની શરૂઆતમાં આપવામાં આવેલ 370 MMT-390 MMTના કાર્ગો વોલ્યુમના દીશા નિર્દેશને સરળતાથી વટાવી દીધાનું પણ દર્શાવે છે.

APSEZના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, વાર્ષિક કાર્ગો થ્રુપુટના પ્રથમ 100 MMT હાંસલ કરવામાં કંપનીને 14 વર્ષ લાગ્યા હતા, જ્યારે બીજા અને ત્રીજા 100 MMT થ્રુપુટ અનુક્રમે 5 અને 3 વર્ષમાં પ્રાપ્ત થયા હતા. તાજેતરનો 100 MMTનો આંક બે વર્ષથી ઓછા સમયમાં હાંસલ કરવામાં આવ્યો છે. અમારી ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવાની પ્રતિબદ્ધતા અને ઉદ્યોગમાં શિરમોર પોર્ટ ઓપરેટર તરીકેની અમારી સ્થિતિ જાળવી રાખવા માટેના પ્રયાસોનો આ પુરાવો છે.

તેના તમામ નિર્ણયોમાં APSEZ એ ગ્રાહકોને મોખરે રાખીને આ અસાધારણ વૃદ્ધિ હાંસલ કરી છે. ગ્રાહકો સાથે વ્યૂહાત્મક ભાગીદારીના કંપનીના અભિગમે મુખ્ય હિસ્સેદારો સાથે લાંબા ગાળાના જોડાણો સુનિશ્ચિત કર્યા છે. વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ દ્વારા સમર્થિત કંપનીના બંદરોએ ઉચ્ચ કક્ષાની સંચાલનની કાર્યક્ષમતા પૂરી પાડીને અંતરિયાળ વિસ્તારો સુધીના જોડાણ દ્વારા છેવાડા સુધી બંદરીય સેવાઓના ઉકેલ પુરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપર આધારીત બિઝનેસ મોડલ સફળતાપૂર્વક ગ્રાહકોને જીતવામાં અને તેના બજાર હિસ્સામાં સુધારો કરવામાં APSEZ સફળ રહ્યું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button