એજ્યુકેશન

ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ચૂંટણી દ્વારા વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ-૨૦૨૫ ની નિમણૂક

વિદ્યાર્થીઓને દેશની સમગ્ર ચૂંટણી પ્રણાલી માટે વાસ્તવિક માર્ગદર્શિકા આપવામાં આવી હતી

સુરતઃ અડાજણ ઉગત કેનાલ રોડ સ્થિત ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં શૈક્ષણીક વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદની રચના અને નિમણુંક ભારતના લોકતંત્રની તાકાત એવી “મતદાન ચુંટણી પદ્ધતિ”દ્વારા કરવામાં આવી હતી જેમાં ધોરણ ૬ થી ૧૨ ના ૧૮૦૦ જેટલા વિદ્યાર્થીએ મતદાન કરી શાળાની ડિસીપ્લીન,સંસ્કૃતિક.સ્પોર્ટ્સ,એસ્મ્બલી,જેવી વિવિધ ૧૮ જેટલી કમિટી માટે “હેડબોય” અને “હેડ ગર્લ” માટે વોટીંગ કર્યું હતું.

આ કમિટીમાં ઉમેદવારી નોધાવવા વિદ્યાર્થીએ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો અને ટેકેદારો ના નામ નોધાવી રજીસ્ટ્રેશન કરવવાનું હોય છે. સાથે સાથે આ વિદ્યાર્થીઓને પ્રચાર માટે યોગ્ય તક આપવામાં આવી હતી.

આ મતદાન પદ્ધતિમાં વિદ્યાર્થી માટે EVM મશીનની સાથે સાથે મતદાનમાં વાપરવામાં આવતી “ફોસ્ફોરિક શાહી” નો પણ ઉપયોગ કરવામાં આવી હતી.

આ રીતે ઈલેક્શન કરાવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ભારતની “સમગ્ર ચુંટણી વ્યવસ્થા”જાણે તેને સમજે અને ભવિષ્યમાં ઉપયોગમાં લેવાના પોતાના હક્કોથી પરિચિત થાય સાથે સાથે તેમની સાથે જોડાયેલ પદાધિકારીઓની જવાબદારી અને કાર્યશૈલીને ઓળખે અને સમજે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button