અમદાવાદઃ હેલ્થકેર ક્ષેત્રે ઈનોવેશનમાં પાયોનિયર ગણાતી અમદાવાદની અપોલો હોસ્પિટલે દા વિન્સી XI રોબોટિક સર્જીકલ સિસ્ટમ નામની એક નવિનતમ પ્રગતિશીલ સર્જીકલ પ્રોસીજર શરૂ કરી છે કે જેનાથી ઉન્નત પેશન્ટ કેર અને સર્જરીમાં વધુ ચોકસાઈ પ્રાપ્ત કરી શકાશે. આ અદ્યતન ટેકનોલોજી એ એક મહત્વનું સિમાચિહ્ન છે અને તેનાથી સર્જીકલ હેલ્થ કેર ક્ષેત્રે ક્રાંતિ આવશે અને દર્દીઓ તેમજ સર્જન્સ માટે નવી સંભાવનાઓ ખૂલશે.
ધ દા વિન્સી XI રોબોટિક સર્જીકલ સિસ્ટમની રજૂઆત શુક્રવારે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન શ્રી ઋષિકેશ પટેલની હાજરીમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે નીરજ લાલ, યુનિટ હેડ એન્ડ સીઓઓ , ગુજરાત ક્ષેત્ર, ડો. અભિજાત શેઠ, ડાયરેક્ટર મેડિકલ સર્વિસીસ અને અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં, માનનીય પ્રધાનશ્રીએ અદ્યતન રોબોટિક સર્જીકલ સિસ્ટમ અને અન્ય મેડિકલ ટેકનોલોજી અમદાવાદમાં રજૂ કરવા બદલ અપોલો હોસ્પિટલ્સની પ્રશંસા કરી હતી.
શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે “આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને અન્ય ઉભરતી ટેકનોલોજીનો વપરાશ વ્યાપક બનતો જાય છે. ગુજરાત સરકાર અસરકારક શાસન માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. અપોલો હોસ્પિટલ ટેકનોલોજીની તાકાતનો લાભ લેવા માટે પ્રયાસ કરીને બહેતર હેલ્થ કેર સર્વિસીસ પૂરી પાડી રહી છે તે ખૂબ સારી વાત છે અને હું તેમને શુભેચ્છા પાઠવું છું.”
સ્વાગત પ્રવચનમાં શ્રી નીરજ લાલે જણાવ્યું હતું કે “અપોલો હોસ્પિટલમાં અમે ઈનોવેશન અને ઉભરતી અદ્યતન ટેકનોલોજી અપનાવીને પ્રિસીશનને નવી વ્યાખ્યા આપી દર્દીઓની સંભાળ લેવા માટે અને ભારતમાં હેલ્થ કેર ક્ષેત્રના ભવિષ્યના નિર્માણ માટે કટિબધ્ધ છીએ. દા વિન્સી XI રોબોટિક સર્જીકલ સિસ્ટમની રજૂઆત એ આ દિશાનું એક મહત્વનું કદમ છે અને આ પધ્ધતિને કારણે અમે જટિલ પ્રકારની સર્જીકલ પ્રક્રિયાઓ ખૂબ જ ચોકસાઈથી હાથ ધરી શકીશું.”
દા વિન્સી XI રોબોટિક સર્જીકલ સિસ્ટમના કારણે અમે અપોલો હોસ્પિટલના ક્લિનિકલ આઉટકમમાં સુધારો કરીને દર્દીઓની જટિલ સર્જરીની જરૂરિયાતો પૂરી કરીશું. આ વ્યવસ્થા એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે ઓન્કોલોજી, યુરોલોજી, કોલોરેક્ટલ, જનરલ સર્જરી, ગાયનેકોલોજી અને ગેસ્ટ્રો-ઈન્ટેસ્ટીનલ જેવા જટિલ સર્જરીઝમાં તેનો ઉપયોગ થઈ શકે. આ પધ્ધતિથી અપવાદરૂપ ચોકસાઈ, કાર્યક્ષમતા અને સલામતિ પ્રાપ્ત થાય છે. રોબોટિક પ્રોસીજર એ ઓપન અને લેપ્રોસ્કોપીક સર્જરીનો બહેતર વિકલ્પ છે અને ટેકનિકલી પડકારરૂપ પરિસ્થિતિઓમાં ચોક્કસ લાભ પૂરો પાડે છે.
રોબોટિક સર્જરીનો એક સ્પષ્ટ લાભ એ છે કે તેમાં બહેતર ચોકસાઈ પ્રાપ્ત થાય છે. સર્જીકલ પ્રોસિજર્સ અત્યંત ચોકસાઈ સાથે હાથ ધરી શકાય છે અને દર્દીને બહેતર પરિણામો પ્રાપ્ત થાય છે. વધુમાં રોબોટિક સર્જરી ન્યૂનતમ આક્રમક ચીરો માટે પરવાનગી આપે છે, જેના પરિણામે ડાઘ ઓછા થાય છે અને પુનઃપ્રાપ્તિનો સમય ઓછો થાય છે.
પરંપરાગત સર્જીકલ પધ્ધતિઓ સાથે તુલના કરવામાં આવે તો રોબોટિક સર્જરી ઓછી ઈન્વેસીવ છે અને નાના કાપાથી પણ દર્દીના શરીરમાં નેવિગેટ કરી શકાતી હોવાથી પીડામાં ઘટાડો થાય છે અને સર્જરી પછીની દર્દીની બેચેની દૂર થાય છે. રોબોટિક પ્રોસીજરથી ઈન્ફેકશન્સ અને કેરીંગ જેવા કોમ્પલીકેશન્સ થવાનું પ્રમાણ ઘટે છે.
વધુમાં, રોબોટિક સર્જરીના સંકલનને કારણે બહેતર વિઝ્યુઅલાઈઝેશન પ્રાપ્ત થાય છે. હાઈડેફીનેશન કેમેરા અને થ્રીડી વ્યૂના ઉપયોગને કારણે સર્જન્સ સર્જીકલ સાઈટને સારી રીતે નેવિગેટ કરીને પરંપરાગત સર્જરીમાં જ્યાં પહોંચવાનું મુશ્કેલ છે તેવા હિસ્સામાં ઓપરેટ કરી શકાય છે.
છેલ્લા બે વર્ષમાં ભારતમાં આવેલી અપોલો ગ્રુપની હોસ્પિટલ્સમાં રોબોટિક આસિસ્ટેડ પ્રોસીજર્સમાં 400 ટકાથી વધુની વૃધ્ધિ થઈ છે. ઊચ્ચતર ક્લિનિકલ પ્રિસીશનને કારણે તથા રોબોટિક્સ સર્જરીઝના ઉપયોગને કારણે દર્દીઓએ હોસ્પિટલમાં રોકાવાનું એકંદર પ્રમાણ ઘટ્યું છે અને લોહી વહેવાનું પ્રમાણ પણ ઘટ્યું છે. મોટાભાગના કિસ્સાઓમાં અન્ય લાભ ઉપરાંત ઝડપથી રિકવરી પ્રાપ્ત થઈ શકી છે.
સર્જરી ઉપરાંત રોબોટિક્સનો ઉપયોગ પેશન્ટ કેર સહિતના હેલ્થ કેરના અન્ય ક્ષેત્રોમાં પણ ઉપયોગ સતત વધતો જાય છે. રોબોટિક સિસ્ટમ્સથી દર્દીના રિહબીલીટેસનમાં સુધારો થાય છે અને ફિઝીકલ થેરાપીને સપોર્ટ મળે છે તથા દર્દીનો ડેટા એકત્ર અને મોનિટર કરવામાં સહાય થાય છે.
રોબોટિક્સના અમલીકરણને કારણે હાઈજીન અને સેનિટેસન ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ સાધી શકાઈ છે. હોસ્પિટલો સ્ટરીલાઈઝેશન માટે રોબોટ્સનો ઉપયોગ કરી રહી છે, અસરકારક રીતે ચેપના ફેલાવાને રોકવા અને દર્દીઓ અને આરોગ્ય સંભાળ પ્રદાતાઓ માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરે છે. હેલ્થકેર ક્ષેત્રે રોબોટિક્સ અપનાવવાનું ભારતમાં હજુ શરૂઆતના તબક્કે છે, પરંતુ ટેકનોલોજીકલ પ્રગતિ આગળ વધવાની સાથે સાથે ભવિષ્યમાં રોબોટિક સર્જરી વધુને વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી થશે.