ટી એમ પટેલ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ નું ભવ્ય આયોજન
વિવિધ સાંસ્કૃતિક સહિતની કૃતિઓ એ તમામનું મન મોહી લીધું

સુરત: સુરતની સૌથી ખ્યાતનામ એવી ટી એમ પટેલ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ ની સાથે આયોજિત થયેલા આ કાર્યક્રમ વિવિધ ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા.
શિક્ષણ, ઇનોવેશન અને કલ્ચર ને નવી ઉંચાઈઓ પર લઈ જવાનું કાર્ય ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વર્ષભર કરવામાં આવ્યું છે. આ વાર્ષિકોત્સવ દ્વારા ટીમ વર્ક, ટેલેન્ટ જેવા પાસા ઓને મજબૂત બનાવવા તરફ પહેલ કદમી કરાઈ છે.
કાર્યક્રમની શરૂઆત માં પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા થઈ હતી જે બાદ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ ડાન્સ પરફોર્મન્સ દ્વારા સૌકોઈના દિલ જીતી લીધા હતા. સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ પરફોર્મન્સ એકદમ યુનિક હતા.
જેની સાથે ચીફ ગેસ્ટ તરીકે પધારેલા કે.સી. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમને સ્કૂલ પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણની સાથે અન્ય એક્ટિવિટી માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને ધો. ૧૦-૧૨માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરી ને તાઈકવોન્ડો અને ઓલંપિયાડ જેવી પ્રતિયોગિતામાં સ્કૂલને ઇન્ટરનેશનલ લેવલ પર નામના અપાવનાર વિદ્યાર્થીઓને સવિશેષ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ જોડાયા હતાં . રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના સંયુક્ત પ્રયત્નો એ નવી ઊંચાઈ હાંસલ કરી, તમામનો ઋણ સ્વીકાર:- ડૉ. કે. મેક્સવેલ મનોહર, ડિરેક્ટર, પ્રિન્સિપાલ, ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ
ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શિક્ષણ માટે જે ઉચ્ચ માપદંડો બનવાના આવ્યા છે તેનો સંપૂર્ણ ખ્યાલ આ વાર્ષિકોત્સવ દ્વારા તમામ ને મળી ગયો છે. સ્કૂલ પરિવાર બાળકોની પ્રતિભાને યોગ્ય મંચ પુરુ પાડવા માટે હંમેશા કઈક નવું અને નિરંતર કરતું જ રહે છે. તેમાં સ્કૂલના સ્ટાફ અને શિક્ષકો સહિત માતાપિતા નો પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ આવા જ પરિણામલક્ષી કર્યો માટે કટિબદ્ધ છે અને તે માટે અમે સૌ કોઈનો દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ.



