અમદાવાદ સ્થિત અદાણી યુનિવર્સિટી ખાતે ઇમર્જિંગ ચેલેન્જીસ ઇન સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગ્રીન ટ્રાન્ઝિશન એન્ડ ફાઇનાન્સિંગ (ICIDS) વિષય અંતર્ગત બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં શિક્ષણ જગતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, ઉદ્યોગ નિષ્ણાતો અને સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓએ માળખાકીય સુવિધાઓના ટકાઉ વિકાસ અંગે મંતવ્યો રજૂ કર્યા હતા. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસ, પર્યાવરણીય પડકારો અને સામાજિક સમાનતા જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરવા ભારત અને સમગ્ર વિશ્વના સંશોધકો અને શિક્ષણવિદોને એક પ્લેટફોર્મ પર લાવવાનો હતો.
માળખાગત વિકાસ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્થિરતા એજન્ડા 2030ને આકાર આપતી આ કોન્ફરન્સમાં અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર રવિ પી. સિંહે વિગત વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા ક્ષેત્રે ભારતની અતુલ્ય પ્રગતિ પર ભાર મૂક્યો હતો. હાલમાં ભારત લગભગ 450 GW ઊર્જા ક્ષમતા ધરાવે છે, જેમાંથી લગભગ 50% બિન-અશ્મિભૂત ઇંધણમાંથી આવે છે. 2030 સુધીમાં દેશ 500 ગીગાવોટ ઉર્જા ઉત્પાદન સુધી પહોંચવા માંગે છે. અદાણી યુનિવર્સિટી એનર્જી એન્જિનિયરિંગ અને એનર્જી મેનેજમેન્ટમાં પાંચ વર્ષનો સંકલિત અભ્યાસક્રમ પણ ઓફર કરી રહી છે, જે ભારતના ઉર્જા ભવિષ્યમાં યોગદાન આપવા માટે વિશ્વભરના વિદ્યાર્થીઓને તૈયાર કરે છે.
ICIDS માં ઓસ્ટ્રેલિયાના રોયલ ઓર્ડર પ્રાપ્ત અને અદાણી યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોફેસર અરુણ શર્માએ ભારત અને વૈશ્વિક સમુદાય સામેના નિર્ણાયક પડકારોને સંબોધ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત જે પડકારોનો સામનો કરી રહ્યું છે તે દેશ માટે અનન્ય નથી, પરંતુ એશિયાના મોટા ભાગના વહેંચાયેલા છે. બહુવિધ પરિમાણોને ધ્યાનમાં રાખીને તેના વૈશ્વિક સ્તરે ઉકેલો શોધવા જોઈએ.
થાઈલેન્ડની થમ્માસેટ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન, સ્કૂલ ઓફ ગ્લોબલ સ્ટડીઝના પ્રોફેસર ભરત દહિયાએ ભારત અને એશિયામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના મુખ્ય પડકારો અને તકો પર પ્રકાશ પાડ્યો હતો. “એશિયન સેન્ચ્યુરી” ની વિભાવના પ્રતિબિંબિત કરતા તેમણે સમગ્ર એશિયામાં મહત્વાકાંક્ષી અને સાંસ્કૃતિક એકતા પર ભાર મૂકી તેની સિદ્ધિ માટે મહત્વપૂર્ણ પાંચ પરિમાણોની રૂપરેખા આપી હતી.
ઓકાકુરા કાકુઝોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે “એશિયા એક છે,” ભારતીય અને ચીની સંસ્કૃતિના સહિયારા વારસાનો પ્રવાહ છે. આ બહુઆયામી કાર્યક્રમમાં શહેરી અને પ્રાદેશિક પરિવહન, ઉર્જા સંક્રમણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી પરિવર્તન – ભાવિ મોડલ અને પ્રથાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં PPP ને પુનર્જીવિત કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તમામ નિષ્ણાતોએ ઉર્જા સંક્રમણ અને ટકાઉપણા અંગે મહત્વપૂર્ણ ભાવિ વિકાસ માટેનો રોડમેપ રજૂ કર્યો હતો.
કોન્ફરન્સમાં પ્રથમ દિવસે 250 થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો, સંશોધકો પોલીસી મેકર્સ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉપણાના નિષ્ણાતોએ હાજરી આપી હતી. તો બીજા દિવસે વિશ્વભરના રિસર્ચર્સ દ્વારા વિવિધ ક્ષેત્રોના 50 થી વધુ રિસર્ચ રજૂ કરવામાં આવ્યા હતા.